ચોમાસાની સિઝનમાં બીમારીઓનું પ્રમાણ વધે છે. લોકો આરોગ્ય તંદુરસ્ત રાખવા કસરત, યોગ અને પૌષ્ટિક આહાર જેવા અનેક પ્રયાસ કરતા હોય છે. આ સિઝનમાં શારિરીક સ્વસ્થતા સાથે ચહેરાની સુંદરતા જાળવવી મુશ્કેલ બને છે. ખાસ કરીને કોલેજ જતી યુવતીઓ અને ટીનએજ ગર્લમાં આ સિઝનમાં ત્વચા પર વધુ પડતી ચિકાશની સમસ્યાનો સામનો કરે છે. વરસાદના કારણે વાતાવરણમાં બદલાવ આવે છે અને ભેજવાળા વાતાવરણના કારણે યુવતીઓ બે-ત્રણ વખત ચહેરો પાણીથી સાફ કરે તો પણ ત્વચામાં ચિપચિપ થવા લાગે છે.
ત્વચાની સુંદરતા જાળવી બની સમસ્યા
વરસાદમાં ત્વચાની સુંદરતા જાળવી રાખવી યુવતીઓ માટે એક મોટી સમસ્યા બની જાય છે. કારણ કે આ દિવસોમાં અનેક તહેવાર અને ખાસ પ્રકારના સેલિબ્રેશન થતા હોય છે. અને વરસાદના કારણે ત્વચામાં ચિપચિપ થતા ખીલ અને નાની ફોલ્લીઓ થાય છે. ત્યારે આ સિઝનમાં ત્વચાની સુંદરતા કેવી રીતે જાળવવી તેને લઈને તમને કેટલીક ટીપ્સ આપીશું.
પરસેવો દૂર કરવા ક્લીંઝર બનશે ઉપયોગી
ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે વાતાવરણ ભેજવાળું બને છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા ત્વચા પર અસર કરે છે અને પરસેવો થાય છે. આપણે અનેક વખત અનુભવીએ છીએ કે વધુ બાફના કારણે આખા શરીરે પરસેવો થવા લાગે છે. આ સમસ્યા દૂર કરવા તમે દિવસમાં બે વાર ક્લીંઝરનો માઈલ્ડ ઉપયોગ કરો. એટલે કે થોડી માત્રામાં કલીંઝર લો જે તમારે ત્વચાને નરમ રાખશે અને વાતાવરણમાં રહેલ પ્રદૂષકોથી ત્વચાને રક્ષણ આપશે. આ માટે તમે સલ્ફેટ-મુક્ત ફોર્મ્યુલા ધરાવતું ક્લીંઝર અથવા ફેસવોશનો ઉપયોગ કરી શકો છો.
એક્સ્ફોલિયેશનનો પ્રયોગ જરૂર કરો
ચોમાસામાં ભેજના કારણે ત્વચા ચિપચિપ થતા ખીલ થવા લાગે છે. આ ખીલને દૂર કરતા ત્વચાની છિદ્રો ખૂલી જાય છે. આ છિદ્રો ખૂલતા તેમાં ફરી પ્રદૂષકો પ્રવેશ કરે તેવી સંભાવના છે. એટલે આ છિદ્રોને બંધ કરવા અઠવાડિયામાં 1-2 વાર હળવા એક્સ્ફોલિયેશન કરવું. આમ કરવાથી ત્વચામાં રહેલ શુષ્કપણું દૂર થશે અને ત્વચા મુલાયમ બનશે.
મોઈશ્ચરાઈઝર ત્વચાને હાઈડ્રેટ રાખશે
ગરમી સિઝન હોય કે પછી વરસાદની સિઝન ત્વચાની સુંદરતા અને સ્વસ્થતા માટે તેને મોઇશ્ચરાઇઝ કરવું જરૂરી છે. ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવા તમે આ સિઝનમાં જેલ-આધારિત અને નોન-ગ્રીસી મોઇશ્ચરાઇઝરને પસંદ કરી શકો છો. ખાસ કરીને આ સિઝનમાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવું જરૂરી છે કારણ કે તેનાથી ભેજવાળા વાતાવરણમાં વારંવાર થતા પરસેવાને અટકાવશે. મોઈશ્ચરાઈઝર ત્વચાને હાઈડ્રેટ રાખવા સાથે પરસેવાને સારી રીતે શોષી લેશે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.