આજે યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા વધ્યા છે. હાલમાં બોલીવુડ અભિનેત્રી કાંટા લગા ગર્લનું હાર્ટએટેકથી નિધન થયું. અભિનેત્રીના નિધન બાદ ફરી સોશિયલ મીડિયામાં હાર્ટએટેકના જોખમને લઈને સંભવિત કારણોની જુદી-જુદી ચર્ચા જોવા મળી. છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકથી યુવાનોના થતા મોતના કિસ્સાઓ સામે આવતા તબીબોની ચિંતા પણ વધી છે. આ બાબતે આરોગ્ય નિષ્ણાતોએ સંસોધન હાથ ધરતાં કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં આવી.
હાર્ટએટેકના સામે આવ્યા પરિબળો
આરોગ્ય નિષ્ણાતે હાર્ટએટેકના પરિબળો શોધ્યા છે જે સૌથી વધુ અસર કરે છે. ખાસ કરીને કેટલાક સમયથી મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. તેમજ વ્યસ્ત જીવન શૈલીના કારણે લોકોમાં તણવા વધતા બ્લડ પ્રેશરની સમસ્યા વધી છે. તેમજ બ્લડ સુગર લેવલ પણ હાર્ટએટેકના જોખમી પરિબળોનું એક માનવામાં આવે છે.
આરોગ્ય નિષ્ણાતે હાથ ધરેલ સંશોધનમાં હાર્ટએટેક માટેના આ મુખ્ય પરિબળો સામે આવ્યા છે.
આહાર અને વ્યાયામ :
પહેલાના સમયમાં લોકો જરૂર પૂરતું જ ભોજન થાળીમાં લેતા હતા અને સવારે નિયમિત કસરત કરતા હતા. પરંતુ અત્યારે ભૂખ ના હોવા છતાં વધુ પડતા આહારનું સેવન કરે છે અને મોડી રાત સુધી જાગવાના કારણે દિવસે પણ મોડા ઉઠતા કસરત કરી શકતા નથી. એટલે હાર્ટએટેકના જોખમથી દૂર રહેવા રોજિંદા આહારમાં ફળો, શાકભાજી, પ્રોટીનયુકત ખોરાક તેમજ ડ્રાયફ્રૂટસને સામેલ કરો. આ ઉપરાંત તેલ હોવા જોઈએ. દર અઠવાડિયે અઢી કલાક ઝડપી ચાલવા અથવા 75 મિનિટ દોડવા જેવી હૃદયના ધબકારા વધારવાની કસરતો કરો.
વધુ પડતું વજન અને ખરાબ આદતો :
આજે લોકોમાં સ્થૂળતા વધવાનું કારણ વધુ પડતું જંક ફૂડનું સેવન માનવામાં આવે છે. તેમજ વિદેશ કરતા પણ ભારતમાં અત્યારે જ્યૂસની જેમ આલ્કોહોલનું સેવન કરવા લાગ્યા છે. અને હિરોગીરી બતાવવા ધ્રૂમપાન કરે છે. આ તમામ વસ્તુમાં રહેલ નિકોટિન શરીરને નુકસાન કરે છે. એટલે વ્યસનથી દૂર રહેવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતના અભિપ્રાય મૂજબ દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ગાઢ ઊંઘ શરીરને સ્ફૂર્તિમાં રાખશે. સ્થૂળતાથી દૂર રહેવા તમારી ઊંચાઈ અનુસાર તમારા વજનનું સંચાલન રહે માટે નિયમિત વજન કરાવતા રહો.
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ :
વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોમાં માનસિક તણાવ વધ્યો છે. આ તણાવના કારણે હાર્ટ પર પ્રેશર આવે છે. એટલે હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવા બ્લડ પ્રેશર પણ નિયંત્રણ હોવું જરૂરી છે. તમારા કોલેસ્ટ્રોલનું સ્તર 5mmol/L ની રેન્જમાં રાખવાનો પ્રયાસ કરો. તેમજ બ્લડ સુગરને નિયંત્રિત કરવા ખાંડયુક્ત આહારથી દૂર રહો અને હળવી કસરતને દિનચર્યામાં સામેલ કરો. આખા અનાજ ફાઇબર અને અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત છે જે હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.