પેટમાં અલ્સર એટલે કે ગૈસ્ટ્રીક અલ્સર એક એવી સ્થિતિ છે જેમાં પેટના અંદરના ભાગે ચાંદા પડી જાય છે. આ ચાંદાઓ ત્યારે પડે છે જ્યારે પેટમાં તૈયાર થનાર એસિડ એ પેટને રક્ષણ કરનાર સ્તરને નુકસાન પહોંચાડે છે. અલ્સરના કારણે અપચન, એસીડીટી અને પેટ દુખાવાની સમસ્યાઓ થાય છે. પરંતુ જો લાંબા સમય સુધી તેની સારવાર ન કરવામાં આવે તો તે ગંભીરરૂપ લઇ શકે છે. અલ્સર માત્ર પેટ જ નહી સંપૂર્ણ શરીરને થકાવી દે છે.
શું હોય છે અલ્સર ?
અલ્સર થવા માટે પેટમાં એસિડ અને પેપ્સિનનું ખરાબ થતુ સંતુલન જવાબદાર છે. જેના કારણે પેટનું સુરક્ષા કરનારુ સ્તર ખરાબ થવા લાગે છે. અલ્સર થવા માટેનું મુખ્ય કારણ હેલિકોબૈક્ટર પાઇલોરી નામક બૈક્ટીરિયાનું સંક્રમણ, વધુ પડતો તણાવ, ધૂમ્રપાન, મદિરા સેવન જવાબદાર છે. આ ઉપરાંત ભોજનની અયોગ્ય આદતો અને આનુવંશિક કારણો પણ જવાબદાર છે.
શું અલ્સર પેટના કેન્સર માટે જવાબદાર છે ?
એમ્સ દિલ્હીમાં ગૈસ્ટ્રોલોજી વિભાગના ભૂતપૂર્વ ડૉ.અનન્ય ગુપ્તા જણાવે છે કે, પેટમાં અલ્સરના લક્ષણો ધીરે-ધીરે સામે આવે છે. પરંતુ શરૂઆતી સારવારમાં તેને નિયંત્રિત કરી શકાય છે. સૌથી સામાન્ય લક્ષણ એસીટીડી અને પેટનો દુઃખાવો છે. જે જમ્યા બાદ અથવા ખાલી પેટ અનુભવી શકાય છે. આ દુઃખાવો છાતીની નીચે અથવા નાભિની ઉપર થાય છે. આ સિવાય ઓડકાર આવવો, ઉલ્ટી જેવું થવું આ બધા અલ્સરના સંકેત છે. કેન્સર મામલે એમ્સ દિલ્હીમાં ગૈસ્ટ્રોલોજી વિભાગના ભૂતપૂર્વ ડૉ.અનન્ય ગુપ્તાએ કહ્યુ હતુ કે, પેટમાં તમામ અલ્સર કેન્સર નથી બનતા. પરંતુ એચ.પાઇલોરી સંક્રમણથી થનાર અલ્સર કેન્સર બની શકે છે.
અલ્સરથી બચવા શું છે ઉપાય ?
હેલ્થી અને સમયસર ભોજન લેવું, તેલવાળા પદાર્થો, મસાલાવાળું ભોજન અને વધુ એસિડવાળો ખોરાક ન લેવો જોઇએ. લાંબા સમય સુધી ખાલી પેટ ન રહો. ધૂમ્રપાન અને દારુથી દૂર રહો. તબીબી સલાહ સિવાય દવા ન લો. માનસિક અને શારિરીક તણાવને દૂર કરવા માટે યોગાસન અને મેડિટેશન કરો. અને સૌથી વધુ મહત્ત્વનું સમયસર શરીરની તપાસ કરાવો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.