શરીરમાં ગરમીનું શોષણ કરવા દહીંનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. એટલે જ ખાસ કરીને ગરમીના દિવસોમાં લોકો દહીં અને છાશનો પોતાના ભોજનમાં સમાવેશ કરે છે. દંહીનું સેવન અનેક બીમારીઓમાં લાભ આપે છે. આપણી ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ કરવામાં દહીં શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. પરંતુ આર્યુવેદ મુજબ આ વસ્તુઓ સાથે દહીંનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
દહીંનું સેવન નુકસાનકારક
ગરમીમાં દહીંની સાથે તેમાંથી બનાવેલા ઉત્પાદનોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. દહીમાંથી બનતી લસ્સીથી લઈને રાયતાને રોંજિદા ભોજનમાં સ્થાન આપીએ છીએ. પરંતુ આર્યુવેદ કહે છે કે દહીંનું સેવન કેટલાક ખોરાક સાથે ખાવાથી શરીર માટે ઝેર સમાન બને છે. જો તમને પણ આ આદત હોય તો આજથી જ બદલી કાઢો. આ ખોરકા સાથે દહીં ખાવાથી બીમાર થવાની શકયતા અનેકગણી વધે છે.
માછલી સાથે દહીં : દહીં અથવા તો તેમાંથી બનેલ કોઈ વસ્તુનું સેવન જો માછલી સાથે કરવામાં આવે તો રોગ થઈ શખે છે. કારણ કે માછલીનો સ્વભાવમાં ગરમ અને દહીં સ્વભાવમાં ઠંડુ હોય છે. એટલે જ્યારે આ બંને વસ્તુ એકસાથે ખાવામાં આવે તો શરીરમાં વિરુદ્ધ આહાર પાચનતંત્ર ખરાબ થાય છે.
ફળો સાથે દહીં : આજે લોકો વાનગીના નામે કંઈપણ બનાવા લાગે છે. એટલે કયારેક વિરુદ્ધ ગુણધર્મ ધરાવતા ખોરાકની ભેળસેળ થાય છે. ખાસ કરીને લોકો સલાડ બનાવે ત્યારે ફ્રૂટની સાથે કયારેક દહીંનો ઉપયોગ કરે છે. ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કાપેલા ફળ સાથે દહીંનું સેવન પાચનશક્તિ પર અસર કરે છે. આ બંને વસ્તુનું સાથે સેવન કરવાથી પેટમાં ભારેપણું લાગે છે.તેના કારણે ગેસ અને અપચો જેવી સમસ્યા ઉદભવે છે.
દહીં સાથે દૂધ જેવી ડેરી પ્રોડકટ : આમ તો દહીં એક ડેરી પ્રોડક્ટ જ કહેવાય. પરંતુ જયારે દૂધ અને પનીર જેવા અન્ય ડેરી પ્રોડક્ટ સાથે તેનો ઉપયોગ કરાય ત્યારે શરીર પર તેમની ગંભીર અસરો જોવા મળે છે. દૂધ નરમ અને હળવુ હોય છે, જ્યારે દહીં ખાટું અને ઘટ્ટ હોય છે. બંનેને ભેળવવાથી તમારા પાચનમાં ખલેલ પહોંચી શકે છે અને તમને સમસ્યાઓ થઈ શકે છે.
શરીરમાં ઉદભવી શકે સ્વાસ્થ્ય સમસ્યા
દહીં સાથે આ વસ્તુઓનું સેવન પાચનની પ્રક્રિયા પર અસર કરે છે. એટલે ખાસ કરીને વરસાદની સિઝનમાં તો કયારે પણ દહીં સાથે આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ. કારણ કે વરસાદમાં આપણી પાચનશક્તિ નબળી પડે છે અને આ વસ્તુનું સેવન કરવામાં આવે તો કબજીયાત અને ગેસ જેવી સમસ્યા થાય છે. જે આગળ જતા માઈગ્રેન જેવી ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.