Weight Gain Tips : આજે મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે જે વજન ના વધતું હોવાના કારણે ચિંતિત છે. દૂબળા લોકો વજન વધારવા જીમમાં જાય અને પ્રોટિન શેક જેવા ખોરાક લે છે. ત્યારે થોડા સમય પૂરતું ફેરફાર દેખાય છે પણ ધીરેધીરે તેઓ મૂળ સ્થિતિમાં આવવા લાગે છે.
વજન વધારવા અપનાવો આ ટિપ્સ
આરોગ્ય નિષ્ણાત કહે છે કે દૂબળા લોકોએ વજન વધારવા પોતાની દિનચર્યામાં પ્રોટીન, ફાઇબર અને સ્વસ્થ ચરબીથી ભરપૂર ખોરાકને સામેલ કરવો જોઈએ. આ આહારનું સેવન કરવાથી જ તેમના વજનમાં વધારો થશે.
ડ્રાયફ્રૂટ : વજન વધારવા માટે ડ્રાયફ્રૂટ શ્રેષ્ઠ ટોનિક માનવામાં આવે છે. સૂકા ફળોનું સેવન કરવાથી તમારું વજન વધવા લાગે છે. કિસમિસ, બદામ અને અખરોટ જેવા સૂકા ફળો વજન વધારવામાં મદદ કરે છે. આ ફળો પ્રોટીન, ફાઇબર અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોવાના કારણે સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી જરૂર લાભ મળશે.
બીજ-દહીં અને પનીર : અળસીના બીજ, ચિયા બીજ અને કોળાના બીજ જેવા વજન વધારવા માટે અસરકારક ઘરેલુ ઉપચાર છે. આ બીજમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ પ્રચૂર માત્રામાં રહેલું છે. વજન વધારવા માટે આ પોષકતત્વો વધુ મદદ કરે છે. આ ઉપરાંત દહીં અને પનીર જેવી ડેરી પ્રોડકડનું સેવન વજનમાં વધારો કરે છે. આ બંને વસ્તુઓ પ્રોટીનનો સારો સ્ત્રોત છે જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમે પનીરને સવારે નાસ્તામાં અને રોજિંદા ભોજન સાથે દહીંનો ઉપયોગ વધારો. પ્રોટીનથી ભરપૂર આ વસ્તુનું સેવન વજન વધારશે.
દૂધ અને કેળા: દૂધમાં કેલ્શિયમ હોય છે, જે મજબૂત હાડકાં અને દાંત માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત દૂધ વિટામિન D નો સારો સ્ત્રોત છે. વજન વધારવાના આહારમાં દૂધને એક સારો સ્ત્રોત કહી શકાય. વજન વધારવામાં મદદ નિયમિતપણે કેળા અને દૂધનું સેવન એક રામબાણ ઇલાજ કહેવાય છે. આ ઉપરાંત દૂધ સાથે ખજૂરનું સેવન પણ વજન વધારવા માટે એક સારો આહાર ગણવામાં આવે છે. ડાયેટિશિયન પણ તેની સલાહ આપતા હોય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.