Women Period Problem: મહિલાઓ આજે અનેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. યુવતીઓ અભ્યાસ બાદ ઘરે બેસી ના રહેતા પોતાના ઇચ્છિત ક્ષેત્રમાં કામ કરે છે. પરંતુ આ કામમાં તેમને દર મહિને એક ભયંકર પીડાનો સામનો કરવો પડતો હોય છે. મહિલાઓ દરમહિને થતા માસિકધર્મના અસહ્ય દુઃખાવા બાદ પણ હસતા ચહેરે પોતાના રોજિંદા કામ પૂરા કરતી હોય છે. આ દુખાવામાંથી ઘરેલુ ઉપચાર દ્વારા રાહત મેળવી શકાય છે.
માસિક ધર્મ વખતે થાય છે અસહ્ય દુખાવો
માસિક ધર્મ એક સામાન્ય પ્રક્રિયા છે જે સ્ત્રીઓમાં દર મહિને થાય છે અને ત્રણ થી સાત દિવસ સુધી ચાલે છે. માસિક ધર્મ દરમિયાન થતો દુખાવો એક સામાન્ય સમસ્યા કહેવાય છે. માસિક ધર્મના આ દુખાવાને ડિસમેનોરિયા કહેવામાં આવે છે. જો કે કેટલીક વખત આ દુખાવા સાથે માથાનો દુખાવો, ઉબકા અને થાકનો અનુભવ પણ થાય છે.
દુખાવામાં રાહત આપશે ઘરેલુ ઉપચાર
આ દુખાવામાં રાહત મેળવવા કેટલાક ઘરેલું ઉપચાર વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપાયો થકી દવા લીધા વગર તમે દુખાવામાં તાત્કાલિક રાહત મેળવી શકો છો.
વરિયાળીનું પાણી: તમે માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાં રાહત મેળવવા વરિયાળીના પાણીનું સેવન કરો. આ પાણી તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપચાર માટે તમે રાત્રે 1 ચમચી વરિયાળી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ, સવારે ખાલી પેટે વરિયાળીને ગાળીને સવારે પીવો. આ ઉપાયથીદુખાવાના કારણે પેટમાં થતું ખેંચાણ ઘટશે અને માસિક ધર્મને નિયમિત કરવામાં મદદ કરે છે.
તલ : માસિક ધર્મના દુખાવામાં તલ મદદરૂપ સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવા માટે 1-2 ચમચી તલ લો અને તેને દેશી ગોળ સાથે ભેળવીને નાની ગોળીઓ બનાવો. માસિક ધર્મ શરૂ થવાના 2 થી 3 દિવસ પહેલા અને જ્યારે તે શરૂ થાય છે, ત્યારે દિવસમાં 1 થી 2 વખત તેનું સેવન કરો. તલના બીજમાં હાજર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સ્વસ્થ ચરબી સ્નાયુઓને આરામ આપે છે અને દુખાવો ઘટાડે છે.