કિડની શરીરનું મહત્વનું અંગ છે. કિડની આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરવામાં, પ્રવાહી સંતુલિત કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલે કીડની સ્વસ્થ રાખવા સંપૂર્ણ સંભાળની જરૂર હોય છે. પરંતુ કેટલાક લોકો ખરાબ ખાનપાનની આદતોના કારણે તેની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી. તમારી ખાવા-પીવાની આદતો યોગ્ય ના હોવાના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને કેન્સર તેમજ ડાયાબિટીસ જેવા ગંભીર રોગના શિકાર થાવ છો. ખરાબ ખાનપાનની આદતના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ રહે છે. જાણો કઈ આદતો છે જે કિડની ગંભીર નુકસાન કરી શકે છે.