ઉમંર પહેલા સફેદ વાળના કારણે કયારેક લોકો ફંકશન અને પાર્ટીમાં જવાનું ટાળવા લાગે છે. ઉમંર પહેલા સફેદ વાળ થવા પાછળ અનેક કારણો હોય છે. અત્યારે વરસાદી સિઝનમાં સફેદ વાળ કાળા કરવા માટે મહેંદીનો ઉપયોગ કેવી રીતે કરવો તેને લઈને યુવતીઓ અને મહિલાઓ માટે મોટી સમસ્યા બને છે. અત્યારે ખરાબ ખાનપાનના કારણે પણ નાની ઉંમરે લોકોમાં સફેદ વાળની સમસ્યા જોવા મળે છે.
સફેદ વાળ થશે કાળા
સફેદ વાળ દૂર કરવા યુવતીઓ ડાઈ કરતી હોય છે. પરંતુ કેટલાક સંજોગોમાં વાળમાં ડાઈ કરવાથી એલર્જી થવા લાગે છે. ત્યારે સફેદવાળા માટે ઘરેલુ ઉપચારમાં મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે તમને ડાઈ અને મહેંદી સિવાય સફેદ વાળ કાળા કરવા માટે એક બેસ્ટ ટીપ્સ આપીશું. ઘરના રસોડામાં જ આ સામગ્રી રહેલી છે.
વાળ સફેદ થવાના કારણો
ઉમંર પહેલા સફેદ વાળ થવા પાછળ અનેક કારણો રહેલા છે. ખાવાની આદતો, પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળ વય પહેલા સફેદ થાય છે. ચા અને સોફ્ટ ડ્રીંકસ અને જંકફુડનું સેવન કરવાથી વય પહેલા વાળ સફેદ થાય છે. આ ઉપરાંત શરીરમાં વિટામિનની ઉણપના કારણે પણ વાળ સફેદ થવા લાગે છે. શરીરમાં વિટામિન B12,આયર્ન, કેલ્શિયમ, કોપર સહિત ફોલિક એસિડની ઉણપથી અકાળે વાળ સફેદ થાય છે. તેમજ વાળમાં વધુ પડતા કેમિકલયુક્ત પ્રોડકટનો ઉપયોગ પણ વાળ માટે નુકસાનકારક સાબિત થાય છે.
ચાનો ઉપયોગ વાળ કરશે કાળા
આપણા દરેકના ઘરમાં ચા અને અજમો હોય છે. મોટાભાગના લોકો સવારની શરૂઆત ચાથી કરે છે જ્યારે અજમાનો વિવિધ વાનગીમાં ઉપયોગ થાય છે. આ ચા અને અજમાનું મિશ્રણ ઉમંર પહેલા થતા સફેદ વાળ કાળા કરવાનો બેસ્ટ ઉપચાર છે. આ માટે તમારે એક વાસણમાં 1 ગ્લાસ પાણી નાખી તેને ગરમ કરો. પચી તેમાં 15થી20 જેટલા ચાના પાંદડા અને નાખો અને ત્યાર બાદ 1 ચમચી અજમો નાખો.
સપ્તાહમાં 3 વખત લગાવાથી મળશે પરિણામ
આ મિશ્રણને સારી રીતે ઉકાળી તેમાં આમળા પાવડર ઉમેરો. આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેને સામાન્ય ટેમ્પરેચર પર આવવા દો પછી વાળમાં લગાવો. આ મિશ્રણને વાળમાં 10 મિનિટ રાખી સાદા પાણીથી વાળ ધોઈ લો. સપ્તાહમાં આવું 3 વખત કરશો તો જરૂર પરીણામ મળશે.