મહિલાએએ 40 વર્ષ બાદ પણ આરોગ્ય તંદુરસ્ત રાખવું જરૂરી છે. આજે મહિલાઓ ઘર અને નોકરી બંને સ્તરે મોરચો સંભાળે છે. આ બદલાયેલી જીવનશૈલીના કારણે આજે મહિલાઓમાં સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો થવા લાગ્યો છે. પહેલાની સરખામણીએ મહિલાઓમાં મેનોપોઝ વહેલા આવવા લાગ્યા છે. આ ઉપરાંત આ સમયમાં વધુ ભોજન ના લેવા છતાં પણ વજન વધવા લાગે છે. આવી સ્થિતિમાં 40 વર્ષ બાદ સ્વસ્થ રહેવા આ બાબત અવશ્ય ધ્યાનમાં રાખવી પડશે.
મહિલાઓએ 40 વર્ષ બાદ સ્વસ્થ રહેવા પોતાની દિનચર્યામાં બદલાવ લાવવો પડશે.
પૌષ્ટિક આહાર
વધતી ઉમંર સાથે મહિલાઓમાં ચયાપચયની પ્રક્રિયા ધીમી થવા લાગે છે. એટલે 40 વર્ષ બાદ જલદી પાચન થાય તેવા પૌષ્ટિક શાકભાજીનું સેવન કરવું. લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફાઈબર વધુ હોવાથી ઝડપી પાચન થાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ અને વિટામિન K પ્રચૂર માત્રામાં હોવાથી લીલા શાકભાજીનું સેવન આરોગ્ય સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
આ ઉપરાંત ચીઝ, ટોફુ અને બદામ જેવી વસ્તુઓનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. ફળો વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટ્સ, ખાસ કરીને ફ્લેવોનોઇડ્સથી ભરપૂર હોય છે જે ઓક્સિડેટીવ તણાવ સામે લડે છે અને ક્રોનિક રોગોને અટકાવે છે.
સવારે કસરત
પરિવારની જરૂરીયાતો પૂર્ણ કરવામાં વ્યસ્ત મહિલાઓ પોતાના પર ધ્યાન આપતી નથી. પરંતુ 30 વર્ષ બાદ તેમણે પોતાની શારિરીક સ્વસ્થ્યતા પર ધ્યાન આપવું પડશે. આ માટે સવારે બગીચામાં ચાલવા જવું તેમજ શક્ય હોય તો સાઈકલિંગ કરવું. આમ, કરવાથી શરીરમાં હલન-ચલન થતા જમા થતી વધારાની ચરબી દૂર થશે. નિયમિત ચાલવાના કારણે વજન નિયંત્રણમાં રહેશે અને બીમારીઓથી બચી શકશો.
યોગ અને પૂરતી ઊંઘ
યોગ ભગાવે રોગ. આજે અમેરિકાએ પણ આ વાત સ્વીકારી છે. મહિલાઓ સવારે ફકત 10 મિનિટ યોગાસન કરે તો દિવસભર સ્ફૂર્તિનો અનુભવ તો કરશે જ સાથે-સાથે માનસિક તણાવમાં પણ રાહત મળશે. નિયમિત અનુલોમ-વિલોમ અને ભ્રામરી પ્રાણાયમ કરવાથી મહિલાઓને અનેક સમસ્યાથી રાહત મળશે. આ સિવાય બીમારીથી દૂર રહેવા રાત્રિના સમયની પૂરતી ઊંઘ પણ જરૂરી છે.