ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણ મહિનામાં અનેક લોકો એકટાણું ભોજન કરવાનું વ્રત લેતા હોય છે. એકટાણું ભોજનમાં તમે ઘરમાં બનતા તમામ આહાર લઈ શકો છો. પરંતુ એકટાણું વ્રતમાં ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર તેમજ લસણ ડુંગળી જેવા ખોરાક ખાવામાં આવતા નથી. ત્યારે લોકોને પ્રશ્ન થાય કે ઉપવાસમાં કેવો ખોરાક ખાવો જોઈએ.
સાત્વિક ખોરાકનું મહત્વ
આયુર્વેદ કહે છે કે ઉપવાસમાં “સાત્વિક” ખોરાક લેવો અને “તામસી” કે “રાજસિક” ખોરાકથી દૂર રહેવું જોઇએ. ઉપવાસનો કરવાનો અર્થ છે શરીરને સરળ, પાચક અને પવિત્ર ખોરાક મળે. શ્રાવણ મહિનો હોય કે પછી દર મહિને આવતી અગિયારનો ઉપવાસ હોય તમે આ આહારને ખોરાકના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકો છો.
ઉપવાસના દિવસોમાં આ આહારનું સેવન કરવું
ફળો અને શાકભાજી: બટાકા, સ્વીટ પોટેટો (શક્કરિયું), સુરણ, કસાવા (અરવી). કેલા, સફરજન, પપૈયું, દ્રાક્ષ, અનાર, જામફળ, અને લીંબૂ (મર્યાદિત માત્રામાં). આજે બજારમાં ફારાળી મીઠાઈઓનું ધૂમ વેચાણ થાય છે. બજારમાં ફરાળી સાબુદાણાની ખીચડીથી લઈને બિસ્કિટ, ફરાળી પિઝા મળે છે. આ ઉપરાંત તમે આ દિવસોમાં મખાણા અને મગફળી તેમજ તલમાંથી બનતીઓ વાનગીઓનું સેવન કરી શકો છો.
ચોક્કસ પ્રકારના અનાજ: આ દિવસોમાં ફરાળ કરવામાં ચોક્કસ પ્રકારના અનાજનો ઉપોયગ કરાય છે. જેમાં સમો (મોરૈયો), તોફુનો લોટ (પનીરનો લોટ), રાજગરા, સાબુદાણા જેવા ખાદ્યપદાર્થમાંથી વિવિધ વાનગી બનાવી શકો છો. આ અનાજમાંથી તૈયાર થતા લોટ પણ હવે બજારમાં મળવા લાગ્યા છે. આ લોટમાંથી તમે ભાખરી, પરોઠા કે પછી પૂરી જેવી વાનગી બનાવી શકો છો.
ડેરી પ્રોડક્ટ : ઉપવાસના દિવસોમાં દૂધ, દહીં, છાસ, લસ્સી, પનીર (મર્યાદિત) જેવા ડેરી પ્રોડકટને ખાવા માટે લઈ શકો છો. આ ડેરી પ્રોડ્કટમાંથી તૈયાર થતા પેંડા, બરફી તેમજ ખીર જેવી વાનગી ઉપવાસના દિવસોમાં ખાવામાં લઈ શકાય. અનાજ અને ડેરપ્રોડકટનું સેવન ઉપવાસના ખાસ દિવસોમાં શરીરને ઉર્જા આપશે.
ડ્રાયફ્રૂટનો ઉપયોગ : ઉપવાસના દિવસોમાં આહારમાં નિશ્ચિત ખોરાકનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ લાગે છે. ત્યારે તમે શરીરની ઉર્જા ટકાવી રાખવા બદામ, અખરોટ, કાજુ, પિસ્તા અને ખજૂર જેવા ડ્રાયફ્રૂટનું સેવન કરી શકો છો. ખજૂરનું દૂધ બનાવી તેમાં અન્ય ડ્રાયફ્રૂટ ઉમેરી શેક બનાવી ફક્ત 1 ગ્લાસ જ તેનું સેવન કરશો તો લાંબા સમય સુધી ભૂખ લાગશે નહી. આ ઉપરાંત તમે ખજૂરની બરફી પણ બનાવી શકો છો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.