શરીરના વિકાસ અને તંદુરસ્તી માટે વિટામિન B12 જરૂરી છે. આ વિટામિનની ઉણપના કારણે વારંવાર થાક લાગવો, સુસ્તી રહેવી તેમજ શરીરમાં ઝણઝણાટી થાય છે. આ સામાન્ય શરૂઆતમાં સામાન્ય લાગે છે પરંતુ આગળ જતા ગંભીર રોગનું કારણ બને છે. વિટામિન B12ની ઉણપ શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે. આપણા રસોડામાં જ વિટામિન B12ની ઉણપને દૂર કરવાનો ખજાનો છુપાયેલો છે.
વિટામિન B12 શરીર માટે જરૂરી
ઘરના રસોડામાં કેટલાક મસાલા છે ઔષધિ તરીકે કામ કરે છે. ચિકન અને ઈંડા જેવા માંસાહારી ખોરાકને વિટામિન B12ના સારા સ્ત્રોત છે. પરંતુ શાકાહારી લોકો માટે વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતું જીરું શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. વિટામિન B12 લાલ રક્તકણોના ઉત્પાદન અને નર્વસ સિસ્ટમના કાર્યમાં મદદ કરે છે. શરીરમાં ઉર્જાનો સંચાર રહે માટે વિટામિન B12નું હોવું જરૂરી છે.
વિટામિન B12 વધારવામાં મદદ કરશે
રસોડાના મસાલામાં નાનું દેખાતું જીરું વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે અસરકારક મસાલો છે. જીરુંનું સેવન શરીરને વિટામિન B12 શોષવામાં મદદ કરે છે. જોકે, તે આ વિટામિનનો સ્ત્રોત નથી. પરંતુ વિટામિન B12ના લીધે શરીરમાં જોવા મળતી થાક અને નબળાઈ દૂર કરવામાં તેનું સેવન જરૂર લાભ આપશે. જીરુંનું સેવન શરીરમાં વિટામિન B12 વધારવામાં મદદ કરશે.
જીરુંનો અનેક રીતે ઉપયોગ કરો
તમારા આહારમાં જીરુંનો અનેક રીતે ઉપયોગ કરી શકો છો. વિવિધ વાનગીમાં જીરા પાઉડર નાખી મસાલામાં તેનો ઉપયોગ કરવા ઉપરાંત, તમે જીરું પાવડરને દહીં અથવા સૂપમાં ઉમેરીને ખાઈ શકો છો. તમે સવારે ખાલી પેટે જીરું પાણી પણ પી શકો છો. તે પાચનમાં સુધારો, વજન ઘટાડવું અને શરીરને ડિટોક્સિફાઇ કરવા સહિત ઘણા અન્ય ફાયદાઓ પણ પૂરા પાડે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.