કેન્સર એક ગંભીર બીમારી છે. આ બીમારીનું નિદાન થતા જ દર્દી સહિત પરીવારના લોકોને પણ આઘાત લાગે છે. કારણ કે આ બીમારીમાં મોતનું જોખમ વધુ રહે છે. કેટલાક કેન્સરમાં દર્દીઓ ઉપચાર કરી મોતનું જોખમ ટાળે છે. બ્રેસ્ટ કેન્સર, બ્રેઈન ટયુમર, બ્લડ કેન્સર કે પછી લીવરનું કેન્સર હોય તેનો ઉપચાર દર્દીઓ માટે એક કંટાળાજનક પ્રક્રિયા છે. દર્દીઆ સમસ્યામાંથી રાહત મેળવવા એન્ટીબાયોટીક દવા લે છે, જેના કારણે તબિયત વધુ બગડે છે.
કેન્સરમાં આર્યુવેદ દવા લેવાય
કેન્સરમાં અપાતી સારવાર દર્દીઓ માટે ત્રાસદાયક બને છે. ત્યારે તેમાંથી રાહત મેળવવા દર્દીઓ આર્યુવેદ અને હોમિયોપેથિક ઉપચાર તરફ વળે છે. આવી સ્થિતિમાં એ ચર્ચા વધુ જોર પકડી રહી છે કે કેન્સરની બીમારીમાં ખરેખર આર્યુવેદના ઉપચારમાં કરાતી દવા લેવી જોઈએ. આર્યુવેદ કેન્સરની બીમારી મટાડી શકે છે. લોકોમાં ચર્ચાતા આ સવાલો પર હેલ્થ એક્સપર્ટ ડો. કપૂરે પોતાનો અભિપ્રાય આપ્યો.
આર્યુવેદમાં કેન્સર મટાડાવાની દવા નથી
ડોક્ટર કપૂરે જણાવ્યું કે ખરેખર આર્યુવેદમાં કેન્સર મટાડાવાની દવા નથી. આયુર્વેદ કેન્સરને મટાડી શકાતું નથી. પરંતુ હા, એ જરૂર છે કે જ્યારે દર્દીઓ કેન્સરમાં વિવિધ પ્રકારની સારવાર લેતા હોય તેમાં આયુર્વેદને સહાયક સારવાર તરીકે ચોક્કસપણે લઈ શકાય. કોઈપણ પ્રકારનું કેન્સર હોય જો તેમાં જલદી રીકવરી કરવી હોય તો યોગ અને આર્યુવેદના ઉપચાર સહાયક તરીકે વધુ સારા પરિણામ આપે છે. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ દર્દી કેન્સરમાં કીમોથેરાપી જેવી ગંભીર સારવારની સાથે આ પ્રકારની સારવાર લઈ શકે છે. આમ, કરવાથી ઘણા લોકોને આનો ફાયદો થાય છે અને રિકવરી ઝડપથી થઈ હોય તેવું બન્યું છે.
આયુર્વેદિક ઉપચાર બનશે સહાયક
કેન્સરની સારવાર દરમિયાન, ઘણી બધી દવાઓ અને વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટમાંથી દર્દીએ પસાર થવું પડે છે. કેટલીક દવાઓની આડઅસર થતા દર્દીને ઉલટી અને ચક્કર આવે છે. એટલે આવી સમસ્યા દૂર કરવા તમે આયુર્વેદિક દવાઓ પણ સાથે લઈ શકો છો. કેન્સરની બીમારીમાં તમે આયુર્વેદને સહાયક સારવાર તરીકે તેમજ યોગ પણ કરી શકો છો. જે દર્દીઓના માનસિક તણાવ ઘટાડશે. આ સાથે ડોક્ટરે એમ પણ કહ્યું કે
કેન્સરની સાચી અને અસરકારક સારવાર સર્જરી અથવા કીમોથેરાપી છે, આ માટે બીજી કોઈ પદ્ધતિનો ઉપયોગ ના કરવો જોઈએ.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )