ભારતમાં તબીબ જગતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દક્ષિણ ભારતની એક મહિલામાં અનોખું બ્લડ ગ્રુપ જોવા મળ્યું. સામાન્ય રીતે A, B, AB અને O બ્લડ ગ્રુપ હોય છે. અને દુનિયામાં બહુ ઓછા લોકોમાં AB-નેગેટિવ બ્લડ ગ્રુપ જોવા મળે છે. એટલે કે AB-નેગેટિવ બ્લડ ગ્રુપ સૌથી દુર્લભ માનવામાં આવે છે. પરંતુ બેંગ્લુરુની મહિલામાં દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB જોવા મળ્યું.
સારવાર માટે મહિલા હોસ્પિટલમાં
બેંગ્લુરુની 38 વર્ષીય મહિલા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને લઈને હોસ્પિટલમાં દાખલ થઈ હતી. દરમિયાન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો. આ તબીબી પરીક્ષણમાં જ્યારે મહિલાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તબીબો આર્શ્ચયચકિત થઈ ગયા. કારણ કે મહિલાનું બ્લડ ગ્રુપ અત્યાર સુધીના જે A, B, AB અને O હતા તેમાંથી કોઈની સાથે મેચ થતું નહોતું. જેના બાદ વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કર્યું.
સંસોધનમાં ચોંકાવનારી હકીકત
આખરે ભારત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ સંયુક્તપણે આ બાબતે સંશોધન કર્યું જેમાં ચોંકાવાનારી વિગત સામે આવી. વૈજ્ઞાનિકોના સંશોધનમાં મહિલામાં વિશ્વનું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ જોવા મળ્યું. CRIBનો અર્થ રંગસૂત્ર ક્ષેત્ર ઓળખાયેલ બ્લડ ગ્રુપ એમ થાય છે. અને આ બ્લડગ્રુપ એવા લોકોમાં જોવા મળે છે જેમના બ્લડ ગ્રુપમાં મુખ્ય એન્ટિજેનની ગેરહાજરી હોય છે. આ બ્લડ ગ્રુપ ઇન્ડિયન રેર એન્ટિજેન (INRA) સિસ્ટમ સાથે સંબંધિત હોવાનું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે.
ડોક્ટરનૂ સૂચન
દુનિયામાં આ બ્લડ ગ્રુપ દુર્લભ હોવાથી મહિલાને કટોકટી વખતે રક્તદાનની જરૂર પડતાં બીજા કોઈનું લોહી આપવામાં આવશે નહીં. માટે તેનું બ્લડ ગ્રુપ અગાઉથી જ સંગ્રહિત કરવું પડશે તેમ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું. આ નવું રક્ત જૂથ કેટલાક ખાસ જનીન ફેરફારોને કારણે રચાયું હોવાનું ડોક્ટરનું અનુમાન છે. વૈજ્ઞાનિકો હજુ આ દિશામાં આગળ સંશોધન કરી રહ્યા છે.