શારીરિક સ્વાસ્થતા માટે યોગ અને કસરતની સાથે પૌષ્ટિક આહાર જરૂરી છે. આર્યુવેદ કહે છે કે આરોગ્ય તંદુરસ્ત રાખવા ઋતુ અનુસાર ફળનું સેવન કરવું જોઈએ. વરસાદી સિઝનમાં અનેક લોકો સુસ્તી અનુભવતા હોય છે. સુસ્તી દૂર કરવા શરીરમાં ગરમી વધારે તેવા ખોરાક અને ડ્રીંકસનું સેવન કરવું જોઈએ. એનર્જી લેવલ વધારવા આ ડ્રિંકસ ઉપયોગી બનશે.