માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ છે. આજકાલ વધતી કેન્સરની બીમારીના કારણે લોકોમાં આ પ્રકારની માન્યતા જોવા મળી છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે રસોઈમાં ઈલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ વધ્યો છે. મોબાઈલની જેમ રસોડામાં આજે માઈક્રોવેવ જરૂરિયાત બન્યું છે. શહેરના જાણીતા ડોક્ટરે માઈક્રોવેવ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નુકસાનકારક તેને લઈને વિગતે વાત કરી છે.
માઈક્રોવેવના ખોરાકથી કેન્સરનું જોખમ
ડોક્ટર દેસાઈએ કહ્યું કે આજકાલ લોકોમાં માન્યતા ફેલાઈ છે કે માઈક્રોવેવના ખોરાકથી કેન્સરનું જોખમ વધ્યું છે. આ ખરેખર ખોટી માન્યતા છે. તેમણે આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું કે માઇક્રોવેવ રેડિએશન “ionizing” નથી. એટલે કે તેમાંથી નીકળતા રેડિએશન એક્સ-રે અથવા Gamma rays જેવા છે તેથી તે DNAને નુકસાન નથી કરતી અને કેન્સર ફેલાવતી નથી. ફક્ત ભારત જ નહીં યુરોપ, યુએસ વગેરે દેશોની ફૂડ એજન્સીઓ (FDA, WHO) માઇક્રોવેવના ખોરાકને સલામત ગણાવે છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ ખરેખર હાનિકારક
માઈક્રોવેવનો ખોરાક સ્વાસ્થ્ય માટે ત્યારે હાનિકારક બને જ્યારે તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હોય. એટલે કે માઈક્રોવેવામાં પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક ગરમ કરાયો હોય તે સ્વાસ્થ્ય સમસ્યા વધારી શકે છે તેમ ડોક્ટર દેસાઈએ જણાવ્યું. તેમણે કહ્યું કે કેટલાક પ્લાસ્ટિકમાંથી BPA, phthalates જેવા કેમિકલ્સ છે ખોરાક રાંધતી વખતે તેમાં ભળી જાય છે અને હોર્મોનસને અસર કરે છે.
ખોરાકના પોષક તત્વો નષ્ટ
માઈક્રોવેવમાં ખોરાક ખૂબ ગરમ કરવાથી કોઇ ખોરાકના પોષક તત્વો ઓછા થઈ શકે છે. ખોરાકને સમાન રીતે ગરમ ન કરવાના કારણે તેનું પોષણ ઓછું થઈ થાય છે. જેના કારણે કયારેક તેમાં બેક્ટેરિયા જીવિત રહવાના કારણે બીમારીનું જોખમ રહે છે. પણ આ સમસ્યા ગેસ સ્ટોવ ઉપર રાંધવામાં આવતા ખોરાકમાં પણ થઈ શકે છે. કયારેક લોકો સવારે ભોજન બનાવ્યા બાદ ખાતી વખતે ગરમ કરે છે. આમ, વારંવાર ભોજન ગરમ થવાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.
આ રીતે કરો ઉપયોગ
“Microwave”માં યોગ્ય તાપમાનમાં ખોરાક રાંધવો જોઈએ. સ્વાસ્થ્ય જોખમ દૂર રાખવા તેમાં પ્લાસ્ટીક નહીં પરંતુ કાચ કે સિરામિક વાસણનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. તેમજ BPA-free વાસણનો ઉપયોગ કરવો અને તેમાં રાંધતી વખતે ખોરાકને ઢાંકી ને ગરમ કરવો. માઇક્રોવેવ ઓવન માઇક્રોવેવ રેડિએશન (non-ionizing radiation)થી તાપમાન ઊંચું થતા ખોરકા ઝડપી ગરમ થાય છે. આ પ્રક્રિયામાં ખોરાક રાંધતી વખતે ચોંટતો નથી એટલે કે ખોરાક “radioactive” થતો નથી.