લીવર કેન્સર એક જીવલેણ બીમારી બનવા લાગી છે. આજકાલ લોકોમાં લીવર કેન્સરનું જોખમ વધ્યું છે. દુનિયાભરમાં આ રોગ ઝડપી ફેલાવા લાગ્યો છે. કેન્સરની બીમારીમાં લીવર કોષો અનિયંત્રિત રીતે વધવાના કારણે ખૂબ આક્રમક બને છે. અને શરીરમાં તેના કોષો ફેલાતા અન્ય અવયવ પર ગંભીર અસર કરે છે. નબળી જીવનશૈલી અને આનુવંશિક પરિબળોના કારણે લીવર કેન્સરનું જોખમ વધ્યું છે.
લીવર કેન્સરમાં વધારો
અમેરિકા, યુરોપ અને હોંગકોંગના કેન્સર સંસ્થાના ખાસ તજજ્ઞો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલ સંશોધન બાદ એકઅહેવાલ તૈયાર કરાયો હતો. આ અહેવાલ મુજબ છેલ્લા કેટલાક સમયમાં લીવર કેન્સરમાં 35 ટકાનો વધારો થયો છે. દુનિયાભરમાં કેન્સરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં, લીવર કેન્સર ત્રીજા નંબરે હતું. મેટાબોલિક ડિસઓર્ડર સાથે સંકળાયેલ સ્ટીટોટિક લીવર રોગનું ગંભીર સ્વરૂપ (ખતરનાક સ્વરૂપ) છે. જે લીવરમાં વધારાની ચરબીને કારણે થાય છે અને તેને મેટાબોલિક ડિસઓર્ડર એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ કહેવામાં આવે છે.
લીવર કેન્સરના કેસો અટકાવી શકીએ
એક મેડિકલ સંશોધનના અહેવાલમાં દાવો કરાયો કે વિશ્વમાં દર પાંચમાંથી ત્રણ લીવર કેન્સરના કેસોને અટકાવી શકીએ છીએ. લીવર શરીરનું સૌથી અગત્નું અને મુખ્ય અંગ કહી શકાય. કારણ કે જ્યારે લીવર પર અસર થાય છે ત્યારે આખા શરીરના અંગો પર તેની અસર જોવા મળે છે. લીવર કેન્સર બે પ્રકારના છે જેમાં પ્રાઈમરી કેન્સરમાં શરીરની અંદર શરુ થાય છે અને બીજા સેકન્ડરી કેન્સરમાં શરીરના અન્યભાગથી લીવરમાં ફેલાય છે.
આ બદલાવ કેન્સરનું જોખમ દૂર રાખશે
ખાસ કરીને ડાયાબિટીસ અને વધુ વજન ધરાવતા લોકોમાં લીવર કેન્સરની સંભાવના વધુ રહે છે તેમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું. જો તેને નિયંત્રિત કરવામાં આવે, તો આ રોગને રોકવો શક્ય બને છે. એટલે કે આ લોકોએ પોતાના ખાનપાનમાં બદલાવ લાવવો જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવે તો લીવર કેન્સરથી દૂર રહેવામાં મદદ મળે છે. તેમજ રોજિંદા આહારમાંથી આલ્કોહલ અને વધુ પડતા સોફ્ટ ડ્રીંકસ અને જંકફૂડનું સેવન બંધ કરવું જોઈએ. તેમાં રહેલ ક્રૂક્રટોઝ શરીર માટે હાનિકારક બને છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )