સુંદર ત્વચાની દરેક યુવતની ઇચ્છા હોય છે. આ માટે તેઓ બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવે છે તો કયારેક મોંઘા-મોંઘા ક્રીમનો ઉપયોગ કરે છે. બજારના મોંઘા ક્રીમ કયારેક ત્વચામાં એલર્જી કરે છે તો બ્યુટી પાર્લરની ખર્ચાળ ટ્રીટમેન્ટ તેમની સુંદરતામાં બાધક બને છે. આવી સ્થિતિમાં આયુર્વેદ સલામત વિકલ્પ કહી શકાય. ચમકતી ત્વચા માટે બ્યુટી પાર્લર કે મોંઘી પ્રોડ્કટની કોઈ ઝંઝટ નહીં ફક્ત નાભિમાં તેલ લગાવો.
ચમકતી ત્વચા માટે નાભિમાં તેલ લગાવો
પરંતુ ચમકતી ત્વચા માટે નાભિમાં કયું તેલ લગાવવું તે પણ મોટો પ્રશ્ન છે. આ તેલ ચહેરાને ચમકાવશે સાથે-સાથે ઉમંર પહેલા પડતી કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ બનશે. આ ઉપાયથી તમે ચહેરા પર જોવા મળતા અકાળ વૃદ્ધત્વના નિશાન દૂર રાખી શકશો અને તમારી ત્વચા પણ હાઇડ્રેટેડ રહશે. ચમકતી ત્વચા માટે નાભિ પર આ ચોક્કસ પ્રકારના તેલનુંં મિશ્રણ લગાવી ચહેરો ચમકદાર બનાવો.
આ ખાસ મિશ્રણ બનાવવાની રીત
આ ખાસ તેલ બનાવવા 1 ચમચી કુમકુમડી તેલ, 1 ચમચી બદામ તેલ, 1 ચમચી નારિયેળ તેલ, 1/2 ચમચી ગુલાબજળ તેલ, 1/2 ચમચી એરંડા એટલે કે દિવલનું તેલ, 4 થી 5 ટીપાં લોબાન આવશ્યક તેલ અને 3 થી 4 કેસરના તાંતણા લો. હવે એક વાસણમાં આ બધા તેલને એકસાથે મિક્સ કરો. પછી તેના ઉપર કેસરના તાંતણા નાખી એક કાચની બોટલમાં રાખો. હવે આ તેલને 2 થી 3 દિવસ માટે રેસ્ટ કરવા મૂકી પછી જ ઉપયોગમાં લો.
આ રીતે કરો ઉપયોગ
આ ખાસ તેલ તૈયાર થયાના બે-ત્રણ દિવસ બાદ ઉપયોગમાં લો. તમે દરરોજ રાત્રે સૂતા પહેલા નાભિમાં આ ખાસ તેલના 3-5 ટીપાં નાખો. ત્યારબાદ આંગળીઓથી હળવા હાથે નાભિની આસપાસ માલિશ કરો. જો તમે દરરોજ કરો અથવા તો સપ્તાહમાં ઓછામાં 4 વખત કરશો તો પણ તમને થોડા જ દિવસોમાં બદલાવ નજર આવશે. તમારો ચહેરામાંથી નિસ્તેજપણું દૂર થશે અને ચમક આવશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )