અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેની પર હવે ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુંછે કે, તાજેતરના સમયમાં, અમેરિકાએ રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે આ મુદ્દાઓ પર અમારી સ્થિતિ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધી છે. આમાં એ પણ શામેલ છે કે અમારી આયાત બજાર આધારિત છે અને દેશના લોકોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે.
કોઈ મંત્રી જવાબ કેમ નથી આપી રહ્યા?
તેથી, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લગાવવાનું પગલું ભર્યું છે, કારણ કે ઘણા અન્ય દેશો પણ તેમના પોતાના હિતમાં કામ કરી રહ્યા છે. અમે પુનરાવર્તન કરીએ છીએ કે આ એક અન્યાયી, અનુચીત અને બિનજરૂરી નિર્ણય છે. ભારત તેના હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે. ટ્રમ્પની જાહેરાત બાદ દેશમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. ત્યારે આ અંગે શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, કોઈ મંત્રી આનો જવાબ કેમ નથી આપી રહ્યા? બધા મંત્રીઓ કેમ ચૂપ છે? અમેરિકા સાથે વેપાર કરાર થયો છે કે નહીં? કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
27 ઓગસ્ટથી આદેશ અમલમાં આવશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે, જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. એવું લાગે છે કે ટ્રમ્પની જીદ ભારત-અમેરિકા સંબંધોને બગાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે. આ અગાઉ લાદવામાં આવેલા 26% ટેરિફથી અલગ હશે. આમ, ભારત પર હવે 51% ટેરિફ લાગશે. ટ્રમ્પે તે આદેશ પર પણ હસ્તાક્ષર કરી દીધા છે અને આ આદેશ 27 ઓગસ્ટથી અમલમાં આવશે.