- દિવસના ટેમ્પ્રેચરના અનુસાર કપડા પહેરાવો
- વેક્સીનેશન શિડ્યુલની શિયાળામાં ખાસ રાખો ધ્યાન
- શિશુને આરામ મળી રહે તેવા કપડાંની પસંદગી કરો
શિયાળાની સીઝન બાળકો માટે મુશ્કેલ રહે છે. નવજાત શિશુનું ધ્યાન રાખવાનું કામ થોડું મુશ્કેલ પણ હોય છે. તેને શિયાળામાં કેવા કપડા પહેરાવવા તેને લઈને પણ સમસ્યા રહે છે.ઠંડી શરૂ થતા જ બાળકોની સ્કીન અને વેક્સીનેશનની સાથે ઈન્ફેક્શનને લઈને પણ સાવધાની રાખવી પડે છે. તો જાણો કેટલીક ખાસ વાતોને.
શિશુને કેવા કપડા પહેરાવવા
બાળકોને વધારે જાડા કપડા ન પહેરાવો. તમે તેને પાતળા પણ ગરમ કપડા પહેરાવો. જેથી તેને ગરમી લાગે તો તમે તેને સરળતાથી કાઢી શકો. આ સિવાય બહાર નીકળતા પહેલા તાપમાનનું ધ્યાન રાખો અને પછી તેના આધારે બાળકોને કપડા પહેરાવો. સાંજ કે રાતના સમયે ઠંડી વધે છે માટે જો આ સમયે તમે બાળકને બહાર લઈ જવાનું વિચારી રહ્યા છો તો તમારે એક્સ્ટ્રા કપડા સાથે રાખીને જવું.
શિયાળામાં બાળકને સૂવડાવતી સમયે કેવા કપડા પહેરાવશો
બાળકને પીઠના ભાગે સુવડાવો. આમ કરવાથી ઓવરહીટિંગથી બચી શકાશે. આ સાથે એવા કપડા પહેરાવો જેમાં બાળકને કમ્ફર્ટ મળી રહે. બાળકની પથારી એવી હોવી જોઈએ જે ગરમ હોય પણ સાથે તેને પાતળો અને ગરમ કામળો ઓઢાડો. નહીં તો બાળકનો જીવ ગભરાશે.
બાળકની સ્કીનનું રાખો ધ્યાન
શિશુની સ્કીન વધારે સંવેદનશીલ હોય છે અને સાથે ઠંડીની સીઝનમાં તે સૂકાઈ જાય છે. બાળકની સ્કીનને મોઈશ્ચરાઈઝર લગાવતા રહો અને તેથી તેની સ્કીન મુલાયમ રહેશે. આ સીઝનમાં બાળકોમાં ઈન્ફેક્શનનો ખતરો પણ વધે છે. આ માટે તમે બાળકને યોગ્ય સમયે વેક્સીનેશન કરાવો તે જરૂરી છે.
બ્રેસ્ટ ફીડિંગ કરાવો
બ્રેસ્ટ મિલ્કમાં એન્ટીબોડીઝ અને પોષક તત્વો હોય છે જે શિશુની ઈમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે અને તેને બીમારીઓથી બચાવે છે. તેનાથી બાળકને પોષણ સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે અને તે સ્વસ્થ રહે છે. આ સમયે માતાના શરીરની હૂંફ બાળકને મળે છે અને તે રિલેક્સ રહે છે.
કેવી રીતે કરશો બાળકની દેખરેખ
આ સીઝનમાં શક્ય એટલું બાળકને બહાર લઈ જવાનું ટાળો પણ તડકો નીકળે ત્યારે બાળકને 10 મિનિટ ત્યાં લઈ જાઓ જેથી વિટામિન ડી મળી રહે. જો તમે ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો છો તો પહેલા ડોક્ટરની સલાહ લો. શક્ય છે બાળકને તે સૂટ ન કરે. આ સિવાય જરૂરી વિટામિન અને મિનરલ્સ માટે પણ ડોક્ટરની મદદ લો.