– પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા : વૈશ્વિક સોનુ ઘટીને ૧૯૮૦ ડૉલર
– વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં ઝડપી ઘટાડો
Updated: Oct 28th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધ્યા મથાળેથી ફરી ઘટાડા પર રહ્યા હતા. ચાંદીના ભાવમાં પણ પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં ભાવ ઘટયાના વાવડ હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારોમાં ઉછાળે વેચનારા વદુ અને લેનારા ઓછા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઔંશદીઠ ભાવ ૧૯૮૨થી ૧૯૮૩ વાળા નીચામાં ૧૯૭૭ થઈ ૧૯૭૯થી ૧૯૮૦ ડોલર રહ્યા હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૨.૯૩થી ૨૨.૯૪ વાળા નીચામાં ૨૨.૬૮ થઈ ૨૨.૭૪થી ૨૨.૭૫ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ તૂટી રૂ.૭૨૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના જોકે રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૨૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૮૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૧૩થી ૯૧૪ વાળા ૮૯૯થી ૯૦૦ થઈ ૯૦૩થી ૯૦૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૧૨થી ૧૧૧૩ વાળા વધી ૧૧૪૫ થઈ ૧૧૪૧થી ૧૧૪૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૪૦થી ૧.૪૧ ટકા વધી આવ્યા હતા.વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. ઈઝરાયલ તથા હમાસ વચ્ચે ફરી શરૂ થયેલા સંઘર્ષ પર બજારની નજર રહી હતી. બ્રેન્ટ ક્રૂડેતલના ભાવ બેરલના ૮૭.૬૫ વાળા ઉંચામાં ૯૦.૨૪ થઈ ૮૯.૪૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૨.૬૭ વાળા ઉંચામાં ૮૫.૩૫ થઈ ૮૪.૮૧ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૦૭૪૦ વાળા રૂ.૭૦૫૮૧ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૯૮૪ વાળા રૂ.૬૦૮૨૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૭૧૫૬૦ વાળા રૂ.૭૦૯૦૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.