- સવારે ખાલી પેટે 5-6 લીમડાના પાન ખાવાથી મેટાબોલિઝમ સુધરશે
- એનિમિયાાથી પીડિત લોકો માટે લીમડાના પાનનું સેવન ઉત્તમ
- વેટ લોસ, ડાયાબિટીસની બીમારીમાં પણ ફાયદારૂપ છે લીમડાના પાન
રસોઈના અન્ય મસાલાની જેમ લીમડાના પાન પણ ગુણોનો ખજાનો છે. રસોઈમાં જે પાનથી તમે સ્વાદ વધારો છો તે તમારી હેલ્થ માટે કેટલા ફાયદારૂપ છે તે તમે ભાગ્યે જ જાણતા હશો. દાળ, કઢી, પૌંઆનો સ્વાદ વધારતો લીમડો જાણો શરીરને કઈ બીમારીમાં ફાયદો આપે છે.
આ ગુણોની ખાણ છે લીમડો
તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, આયર્ન જેવા અનેક ગુણો મળે છે. ઔષધિય ગુણોના કારણે તેનો ઉપયોગ ઈમ્યુનિટી વધારવાની સાથે સાથે વજન ઓછું કરવા માટે પણ કરાય છે. આ સિવાય અન્ય અનેક સમસ્યામાં સમાધાન માટે તેનો ઉપયોગ કરાય છે. તો જાણો કઈ બીમારીમાં સેવન લાભદાયી રહેશે.
વેટ લોસ
અનેક લોકો જેમનું વજન વધી ગયું છે તે ડાયટિંગ કરે છે. પણ જો તમે રોજ સવારે ખાલી પેટે 5-6 લીમડાના પાન ખાઈ લો છો તો તમારું મેટાબોલિઝમ સારું રહે છે. તેનાથી વજન ઘટે છે. ડાઈક્લોરોમેથેન અને એથિલ એસીટેટ જેવા અન્ય અનેક તત્વો મળે છે. જે વજન ઘટાડવા માટે જાણીતા છે.
એનિમિયા
એન્ટી એનિમિયા ગુણના કારણે લીમડાના પાન એનિમિયા પીડિત લોકો માટે ફાયદારૂપ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને ઝિંક વધારે પ્રમાણમાં છે. લીમડાના પાનમાં લોહીને એબ્ઝોર્બ કરનારા તત્વો જેમકે ફોલિક એસિડ અને આયર્ન મળે છે. આ કારણે તે ફાયદારૂપ મનાય છે.
ડાયાબિટીસ
જો તમને શુગરની તકલીફ છે તો તમે તરત જ લીમડાના પાનનું સેવન શરૂ કરો. તેમાં હાઈપોગ્લાઈસેમિક એટલે કે શુગર લેવલને ઘટાડનારા ગુણ હોય છે. તેનાથી બ્લડ શુગર વધતી નથી અને ઇન્સ્યુલિન નોર્મલ રહે છે. સવારે ખાલી પેટે લીમડાના પાન ચાવવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એટલું નહીં લીમડાના પાન હાર્ટ માટે પણ હેલ્ધી રહે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે.