- ડાર્ક ચોકલેટની સાથે દૂધ અને વેનિલા એક્સટ્રેક્ટ કરો મિક્સ
- તમામ ચીજોને ઉકાળ્યા બાદ ગરમા ગરમ સર્વ કરો
- હોટ ચોકલેટ વાળું દૂધ બાળકો હોંશે હોંશે પીશે
ચોકલેટ એક એવી ચીજ છે જે બાળકોથી લઈને મોટેરાંઓને પસંદ હોય છે. બાળકો હંમેશા ચોકલેટની વિવિધ વાનગીઓને પસંદ કરતા હોય છે. આ સમયે જો તમે તેમને ઘરે બનાવેલું ચોકલેટ વાળું દૂધ આપો છો તો તેઓ ખુશ થઈ જાય છે. તમે તેને બાળકોને ગરમ કરીને પણ આપી શકો છો. તમે ડાર્ક હોટ ચોકલેટના રૂપમાં તેમને દૂધ આપો.
સામગ્રી
- 100 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 1 ચમચી વેનિલા એક્સટ્રેક્ટ
- 2 કપ દૂધ
- 1/2 ચમચી ખાંડ
- 1 ચમચીક્રીમ
- 1/2 ચમચી કોકો પાવડર
બનાવવાની રીત
સૌથી પહેલા દૂધમાં ડાર્ક ચોકલેટ મિક્સ કરીને સારી રીતે ઉકાળી લો. હવે તેમાં વેનિલા એક્સટ્રેક્ટની સાથે ખાંડ મિક્સ કરો અને સારી રીતે ઉકાળો. હવે બધી સામગ્રી ઉકળે તો ગેસ બંધ કરો. આ પછી મિશ્રણને એક મોટા કપમાં કાઢો એને ઉપરથી કોકો પાવડર નાંખીને મિક્સ કરો. હવે ચોકલેટમાં ઉપરથી ક્રીમ ઉમરો અને ગરમાગરમ કોફી સર્વ કરો.