પ્રેમ કરવો એ પાપ હોય તો ખૂબ પાપ કરો, પણ સાચો હોય તો !
ચમત્કાર પ્રભાવક હોય, સાક્ષાત્કાર સ્વાભાવિક હોય છે શાંતિ તો સમર્પણથી મળે છે, અપહરણથી નથી મળતી !
અગ્ર ગુજરાત, રાજકોટ
લખીસરાઇની અશોકધામ ભૂમિના પ્રાંગણમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા “માનસ સૃંગિરિષિ “ ના ચોથા દિદવસે ગઇકાલે કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું કે બાપ આજે ઋગવેદના એક મંત્રથી શરૂઆત કરીએ. હુ મંત્ર, શ્લોક, બોલુ પછી તમે સૌ પણ બોલજો, આપણે શિક્ષિત તો છીએ પણ કથામાં આપણે દિક્ષિત થવા આવીએ છીએ…
ચતવારી સૃંગા ત્રયો અસ્પયાદા
દ્વૈર શિરસ સપ્તહસ્તાઓ અસ્ય !
શૈરવિતિ મહાદેવો મર્ત્યાન સવિશેષ્ !!
આ ઋગવેદના શ્લોકમાં નંદી-વૃષભ (બળદ) ની વાત છે. કોઇપણ નંદીના બે શીંગડા હોય છે પણ આ નંદીને ચાર શિંગ છે, વિચિત્ર છે. ત્રણ પગ છે, બે શિર (માથા) છે. અહીં માનસની દ્રષ્ટિએ કહું તો આ ચાર શિંગ એ માનસના ચાર ઘાટ છે. માનસરના ચાર શિખર છે. જે શિખર પરથી કથા ગવાય છે. કૈલાસ શિખર પરથી મહાદેવ પાર્વતીને રામકથા સંભળાવે છે, નિલગીરી પર્વત કાગ ભુંસુંડીજી ગરૂડને કથા કહે છે. પ્રયાગ ભલે નીચે છે, પૃથ્વી પર છે પણ યારીવલ્કયજી ભારદ્વાજને કથા સંભળાવે. છે ત્યારે એ શિખર પરની કથા છે અને તુલસીજી દીનતાના ઘાટપરથી પોતાના મનને કથા સંભળાવે છે અને એ પણ પાયો પરમ વિશ્રામ કહીને પરમના શિખર પર પહોંચે છે.
શરણાગત સંદર્ભે કોઇએ જીજ્ઞાસા પુછી છે.. શરણાગત હોય એણે કશુ કરવાની જરૂર નથી, કશુંય જાણવાની પણ જરૂર નથી, કશુ વિચારવાની જરૂર નથી અને ખાસ તો એ કે શરણાગતને કશું પામવાની પણ જરૂર નથી. એ પુર્ણ શરણાગતી છે, શરણાગતી એ છે કે જેને કોઇ પ્રશ્ન જ નથી.
તમારા દિલને તમારા હૃદયને પુછો કે શાંતિની ઇચ્છા કોને નથી, લક્ષ્મીની ઇચ્છા કોને નથી ! શકિતની ઇચ્છા કોને નથી! હર કોઇને આ ત્રણ વસ્તુઓની ઇચ્છા છે જ. સીતા એટલે શાંતી, સીતા લક્ષ્મી પણ છે અને આહુલાદીની શકિત પણ છે. રાવણ પાસે બધું જ હતું ધનવૈભવ હતો, બળવાન હતો પણ શાંતિ ન હતી એટલે એને સીતાની જંખના હતી અને શાંતિતો સમર્પણથી મળે છે. અપહરણથી નથી મળતી! શાંતિનો જન્મ સુક્ષ્મ બુધ્ધીથી થાય છે ગીધપક્ષી છે તેની પાસે આંખ અને પાંચ બંને છે પણ સુર્કમ બુધ્ધી નથી એટલે ખુબ ઉંચી ઉડાન ભરીને એ નીચે ધરતી પર જુએ છે તો મડદા! કોઇ જટાયુ જેવા વિરલ હોય છે જે આંખ અને પાંખ બંનેથી સાત્વીક-હકારાત્મક કર્મ કરી શકે છે.
કોની સંગત ન કરવી આપણા શાસ્ત્રોમાં દર્શાવાયું છે. કે ઘનનું અભિમાન હોય એની સંગત ન કરવી, ઉપેક્ષા પણ ન કરવી, પ્રણામ કરીને એની પાસેથી નીકળી જવું. બળનું જેને અભિમાન હોય એનો પણ સંગ ન કરવો, વિદવાનતાનો જેને અહંકાર હોય એવા લોકોનો સંગ ન કરવો. ઘણા લોકો અ કારણ ખોટુ બોલતા હોય છે, કોઇ કારણ વગર ખોટુ બોલ્યા કરે, ઘણા લોકો અકારણ વિરોધ જ કર્યા કરે ! કળા વિષયક અહંકાર હોય એનો પણ સંગ ન કરવો, ઘણા લોકોને એની કળા-કલાનું અભિમાન હોય છે. બાપ, મારી પાસે જીવન કિતાબના ત્રણ પાના છે. ત્રણ પાનાની જીવન કથા છે. સત્ય, પ્રેમ, કરૂણા એ ત્રણ પાનાને ઉંઘેથી-ઉલટા વાંચો તો કરૂણ, પ્રેમ અને સત્ય થાય છે. આપણે રામાયણનો પણ ઉલટી પાઠ કરતા હોઇએ છીએ એમ ઉલટો પાઠ કરૂણા, પ્રેમ અને સત્ય. કોઇની કરૂણા થકી આપણો જન્મ થાય છે એ જીવન કિતાબનું પ્રથમ પાનુ, જન્મ અને મૃત્યુ વચ્ચે પ્રેમ છે. આપણે કેમ એકબીજાને પ્રેમ નથી કરતા ! દ્વેષ્, નિંદા, ઇર્ષા શા માટે! જીવન પ્રેમ કરવા માટે મળ્યું છે અને પ્રેમ કરવો એ પાપ હોય તો, ખુબ પાપ કરો, ખુબ પાપ કરો પણ એ સાચો પ્રેમ હોય તો, પ્રેમ સાચો હોવો જોઇએ. પ્રેમનો અભાવ જ દ્વેષ્ છે. ઓશોએ ખુબ સરસ વાત કરી કે જગતમાં અંધકાર છે જ નહીં. અંધારૂ છે જ નહીં એ તો પ્રકાશનો અભાવ છે એટલે અંધારૂ છે બાકી દુનિયામાં અંધારૂ છે જ નહિં !
રામચરિત માનસના આદિ, મધ્ય અને અંતમાં કેવળ પ્રેમ, પ્રેમ ને પ્રેમ છે. સમજાતુ નથી લોકો કેમ પ્રેમ કરતા નથી એને બદલે દ્વેષ્, નિંદા, ઇર્ષા કરે છે. બાપ સૌને પ્રેમ કરો એ જ સાચી સાર્થકતા છે.
કથામૃત
(૧) ઇતિહાસને આમ-તેમ કરી શકો, અધ્યાત્મને તમે આમ-તેમ ન કરી શકો !
(ર) પ્રેમ કરવો એ પાપ હોય તો ખુબ પાપ કરો, પણ સાચો પ્રેમ હોવો જોઇએ
(3) ઇશ્વરકૃપાથી વિશેષ્ સંતકૃપા છે.
(૪) શરણાગતી એ છે કે જેને કોઇ પ્રશ્ન જ નથી !
(પ) શાંતિ, લક્ષ્મી અને શકિતની ઇચ્છા કોને નથી !


