By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જમીન ખરીદ-વેચાણથી દબાણ સુધી હવે એક જ કાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જમીન ખરીદ-વેચાણથી દબાણ સુધી હવે એક જ કાયદો

Editor
Last updated: 2026/01/08 at 3:19 PM
7 months ago
Share
જમીન ખરીદ-વેચાણથી દબાણ સુધી હવે એક જ કાયદો
SHARE

ગુજરાત સરકાર લાવશે મોટું મહેસૂલી રિફોર્મ

2012માં અધવચ્ચે અટકેલી કવાયત ફરી જીવંત : 16 જુદા કાયદા ભેગા કરી ગુજરાતમાં ઘડાશે એક જ “સીંગલ લેન્ડ કાનૂન”

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં જમીન અને મહેસૂલ સંબંધિત વિવાદોનો અંત લાવવા માટે રાજ્ય સરકારે ફરી એક વખત મોટો અને ઐતિહાસિક કાયદાકીય પ્રયાસ હાથ ધર્યો છે. વર્ષો સુધી અલગ-અલગ કાયદાઓ, નિયમો અને જોગવાઈઓમાં ફસાયેલ મહેસૂલી તંત્રને સરળ, સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે હવે 16 મહેસૂલી કાયદાઓને ભેગા કરી એક જ “સીંગલ કાનૂન” ઘડવાની તૈયારી શરૂ થઈ છે. આ કવાયત વર્ષ 2012માં પણ શરૂ થઈ હતી, પરંતુ વિવિધ કારણોસર અધવચ્ચે અટકી ગઈ હતી. હવે ફરી એકવાર રાજ્ય સરકાર આ દિશામાં દૃઢ પગલાં ભરી રહી છે.
રાજ્યના મહેસૂલી તંત્રમાં અસ્તિત્વમાં રહેલા અનેક કાયદા, નિયમો અને ઠરાવોને કારણે સામાન્ય નાગરિકથી લઈને વહીવટીતંત્ર સુધી સૌ કોઈ ગૂંચવણમાં મુકાય છે. જમીન ખરીદ-વેચાણ, વારસાઈ, રેકોર્ડમાં નામ દાખલ, બાંધકામ, બિનખેતી પરવાનગી, સ્ટેમ્પ ડ્યૂટી, લેન્ડ ગ્રેબિંગ જેવા મુદ્દાઓમાં વારંવાર વિવાદો ઊભા થાય છે અને કેસો વર્ષો સુધી અદાલતોમાં લટકતા રહે છે. આ સમસ્યાને મૂળથી ઉકેલવા માટે રાજ્ય સરકારે “ગુજરાત જમીન વહિવટ કાયદો” નામે એક નવો સંકલિત કાયદો લાવવાની વિચારણા હાથ ધરી છે.
આ માટે રાજ્ય સરકારે નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત આઇએએસ અધિકારી સી.એલ. મીનાની નિમણૂક કરવામાં આવી છે. સમિતિએ તાજેતરમાં બે દિવસની મેરેથોન બેઠક યોજી હતી, જેમાં જમીન અને મહેસૂલ સંબંધિત સમગ્ર કાયદાકીય માળખા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના તારણ મુજબ હાલના અલગ-અલગ કાયદાઓને કારણે પ્રક્રિયા જટિલ બની છે અને તેના કારણે વિવાદો વધતા જાય છે.
સમિતિને રાજ્ય સરકારે સ્પષ્ટ જવાબદારી સોંપી છે કે તે તમામ મહેસૂલી કાયદા, નિયમો, ઠરાવો અને મેન્યુઅલ પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા કરે. સાથે જ ગુજરાત હાઇકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના અગાઉના ચુકાદાઓમાં જમીન-મહેસૂલ કાયદાઓનું જે અર્થઘટન થયું છે, તેને પણ ધ્યાનમાં લેવાનું રહેશે. બિલ્ડરો, વકીલો, ખેડૂત સંગઠનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનું પણ વિશ્લેષણ કરી કાયદામાં જરૂરી સુધારા સૂચવવામાં આવશે.
રાજ્ય સરકારના સૂત્રો મુજબ, નવા સૂચિત “સીંગલ કાયદા”માં જમીન રેકોર્ડ, મહેસૂલી વહિવટ, રજીસ્ટ્રેશન, સ્ટેમ્પ ડ્યૂટી, અશાંતધારા વિસ્તારની મિલ્કત ટ્રાન્સફર, લેન્ડ ગ્રેબિંગ સામેની કાર્યવાહી સહિત તમામ બાબતોને એક જ છત્રી હેઠળ લાવવામાં આવશે. આથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે અને નાગરિકોને અલગ-અલગ કચેરીઓના ચક્કર નહીં કાપવા પડે.
ખાસ નોંધનીય છે કે રાજ્ય સરકારે વર્ષ 2012માં પણ આવો પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ અનેક કાયદાઓને ભેગા કરી એક સંકલિત કાયદો લાવવાની ચર્ચા થઈ હતી, પરંતુ રાજકીય, વહીવટી અને કાયદાકીય અડચણોને કારણે તે પ્રક્રિયા આગળ વધી શકી નહોતી. હવે ફરી એકવાર આ કવાયતને નવેસરથી જીવંત બનાવવામાં આવી છે અને સરકાર આ મુદ્દે ગંભીર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
નવો કાયદો અમલમાં આવશે તો જમીન સંબંધિત વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. ખાસ કરીને ગેરકાયદે દબાણ, ખોટી એન્ટ્રીઓ, બિનઅધિકૃત ટ્રાન્સફર અને વર્ષો જૂના કેસોમાં ઝડપી નિકાલ શક્ય બનશે. વહીવટીતંત્રની કાર્યક્ષમતામાં વધારો થશે અને પારદર્શકતા વધશે.
રાજ્ય સરકારની આ નવી પહેલને મહેસૂલી ક્ષેત્રમાં ગેમચેન્જર તરીકે જોવામાં આવી રહી છે. જો નવો સીંગલ લેન્ડ કાનૂન સફળતાપૂર્વક અમલમાં આવે તો ગુજરાતમાં જમીન સંબંધિત વિવાદોનું દૃશ્યપટ બદલાઈ શકે છે અને નાગરિકોને વર્ષોથી સતાવતી ગૂંચવણમાંથી મોટી રાહત મળી શકે છે.

કયા મહેસૂલી કાયદાઓ બદલાશે?

* ગુજરાત લેન્ડ રેવન્યૂ કોડ – 1879
ગુજરાત ટેનેન્સી એન્ડ એગ્રી લેન્ડ એક્ટ – 1948

* સૌરાષ્ટ્ર ઘરખેડ, ટેનન્સી સેટલમેન્ટ અને કૃષિ જમીન વટહુકમ – 1949

*ગુજરાત ટેનન્સી-કૃષિ જમીન (વિદર્ભ-કચ્છ) કાયદો – 1958

*સૌરાષ્ટ્ર જમીન સુધારા કાયદો – 1951

* સૌરાષ્ટ્ર એસ્ટેટ એક્વીઝીશન એક્ટ – 1952

* મામલતદાર કોર્ટ એક્ટ – 1906

* ગાર્ડિયન એન્ડ વોર્ડ એક્ટ – 1890

* ગુજરાત કોર્ટ ઓફ વોર્ડ એક્ટ – 1963

* ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ – 2020

* ગુજરાત સ્ટેમ્પ એક્ટ – 1958

* ઇન્ડિયન ટ્રેઝર ટ્રોથ એક્ટ – 1878

* ડીસ્ટર્બડ એરિયા એક્ટ – 1991 હેઠળ મિલ્કત ટ્રાન્સફર જોગવાઈ

નવા “સીંગલ કાયદા”થી શું મળશે લાભ?

* જમીન સંબંધિત તમામ પ્રક્રિયા એક જ કાયદા હેઠળ

* વિવાદો અને કોર્ટ કેસોમાં ઘટાડો
નાગરિકોને ઝડપી અને સ્પષ્ટ ન્યાય

* વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા
ભ્રષ્ટાચારની શક્યતાઓમાં ઘટાડો

ખેડૂતો, બિલ્ડરો અને નાગરિકોને કેવી રીતે ફાયદો?

જમીન ખરીદ-વેચાણ સરળ બનશે
વારસાઈ અને નામ દાખલ પ્રક્રિયા ઝડપી
બિનખેતી અને બાંધકામ પરવાનગીમાં સ્પષ્ટતા
સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશનમાં ગૂંચવણ દૂર
રોકાણ માટે અનુકૂળ વાતાવરણ

2012ની અધૂરી કવાયત કેમ અટકી હતી?

* કાયદાઓની જટિલતા

* વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ
રાજકીય અને વહીવટી અડચણો

* વ્યાપક સહમતિ ન બનવી

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ૬૦ વર્ષની સફર ફરીથી જીવંત બનશે
રાજકોટ

લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ૬૦ વર્ષની સફર ફરીથી જીવંત બનશે

Editor By Editor 2 days ago
રાજકોટમાં ૧૧.૮૨ લાખ વાહનો, ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
વી. એમ. મહેતા આયુર્વેદ સંસ્થાન દ્વારા છાપરા ગામે “આયુર્ગ્રામ 3.0 – રાઉન્ડ 2” નો પ્રારંભ:
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?