By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    11 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોમિક- આકાશને આંબતું દુનિયાનું સૌથી ઊંચું ગામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કોમિક- આકાશને આંબતું દુનિયાનું સૌથી ઊંચું ગામ

Editor
Last updated: 2026/01/13 at 4:30 PM
2 months ago
Share
કોમિક- આકાશને આંબતું દુનિયાનું સૌથી ઊંચું ગામ
SHARE

કોમિક- આકાશને આંબતું દુનિયાનું સૌથી ઊંચું ગામ

 

હિમાલયના ખોળામાં એક અવિસ્મરણીય સફર એટલે કોમિક.

 

શૂન્યથી નીચેનું જીવન- કોમિકના લોકોના મનોબળની કહાની.

 

૧૫,૦૫૦ ફૂટની ઊંચાઈએ કુદરતી સૌંદર્ય અને ધબકતું જીવન એટલે સ્પીતિનું રત્ન ‘કોમિક’

 

આકાશને આંબતું આસ્થા અને સાહસનું સરનામું એટલે દુનિયાનું સૌથી ઊંચું ‘કોમિક’ ગામ, ભારતના હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં આવેલું છે. પૃથ્વી પર જો ક્યાંય આકાશ અને જમીન એકબીજાને મળતા હોય તેવો અહેસાસ કરવો હોય, તો તમારે સમુદ્ર સપાટીથી ૧૫,૦૫૦ ફૂટ (૪૫૮૭ મીટર) ની ઊંચાઈ પર આવેલા દુનિયાના સૌથી ઊંચા ‘કોમિક’ ગામની મુલાકાત લેવી પડે. આ ગામ માત્ર તેની ઊંચાઈ માટે જ નહીં, પણ ત્યાંના લોકોના અદભૂત મનોબળ અને વિષમ પરિસ્થિતિમાં જીવવાની કળા માટે જાણીતું છે. કુદરત સાથેના અનોખા સંઘર્ષ માટે જાણીતા કોમિક ગામમાં કુલ ૧૫-૨૦ ઘરો છે અને વસ્તી આશરે ૧૫૦ જેટલી છે. કોમિકના લોકોનું જીવન આધુનિક દુનિયા માટે એક મોટો સંદેશ છે. ગામમાં ભૌતિક સુખ, સુવિધાઓના અભાવ છતાં અહીંના લોકો અત્યંત શાંત અને સંતોષી છે. તેઓ શીખવે છે કે ખુશી સાધનોમાં નહીં પણ પ્રકૃતિ સાથેના તાલમેલમાં રહેલી છે. શિયાળામાં જ્યારે આખું ગામ બરફમાં કેદ થઈ જાય છે, ત્યારે લોકો એકબીજા ની મદદ કરીને જીવે છે જે ‘ટીમ વર્ક’ અને ‘ભાઈચારા’ની પ્રેરણા આપે છે. તેઓ પ્રકૃતિને ભગવાન માને છે અને મર્યાદિત સંસાધનોમાં કેવી રીતે જીવવું તે દુનિયાને શીખવે છે. શિયાળામાં અહીં ઠંડી અત્યંત ઘાતક સ્તરે પહોંચે છે,ત્યારે અહીં તાપમાન -30 થી -40 ડિગ્રી સુધી નીચે સરકી જાય છે. આ સમયે નદીઓ, નાળાં અને પાઈપોમાં પાણી થીજી જાય છે. પીવાનું પાણી પણ ગરમ કરીને મેળવવું પડે છે. ગામના રસ્તાઓ ભારે બરફવર્ષાને કારણે મુખ્ય મથકોથી કપાઈ જાય છે. ઊંચાઈને કારણે ગામમાં સુવિધાઓ મર્યાદિત છે, માટી અને પથ્થરના બનેલા પરંપરાગત ઘરો જે અંદરથી ગરમ રહે છે. “સંતોષ એ જ સુખ” કોમિકના લોકો પાસેથી દુનિયાએ શીખવા જેવું છે. મર્યાદિત ઓક્સિજન અને હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ તેમના ચહેરા પરનું સ્મિત અને મહેમાનગતિ એ વાતની સાબિતી આપે છે કે સુખ ભૌતિક સાધનોમાં નહીં, પણ પ્રકૃતિ અને પરસ્પરના સહકારમાં રહેલી છે.

અહીંની આબોહવા અત્યંત ઠંડી અને વિષમ હોવાથી લોકોનું જીવન સંઘર્ષમય છે. ગ્રામજનો ઉનાળામાં જ બટાકા, વટાણા અને જવની ખેતી કરી આખા વર્ષનો સંગ્રહ કરી લે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તેઓ યાક, ઘેટાં અને બકરાં પાળે છે, જેમના દ્વારા તેમને ઉન અને દૂધ મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પ્રવાસીઓની સંખ્યા વધી છે, જેના કારણે હોમસ્ટે અને નાની દુકાનો દ્વારા પણ લોકો આવક મેળવી લે છે.

આ ગામમાં એક બૌદ્ધ મઠ છે, તેને સ્થાનિક ભાષામાં ‘લુંડુપ ત્સેમો ગોમ્પા’  તરીકે ઓળખવામાં આવે છે. આ મઠ વિશેની રસપ્રદ માહિતી જોઈયે તો, આ મઠ મુખ્યત્વે બુદ્ધ ભગવાન અને બૌદ્ધ ધર્મના રક્ષક દેવતાઓને સમર્પિત છે, તે બૌદ્ધ ધર્મના ‘સાક્યાપા’ સંપ્રદાય સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ મઠ આશરે ૫૦૦ થી ૮૦૦ વર્ષ જૂનો છે. કોમિક ગામનો અર્થ જ ‘કો’ એટલે ‘બરફીલો ચિત્તો’ અને ‘મિક’ એટલે ‘આંખ’ થાય છે. આ મઠ આ વિસ્તારનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર છે. આ મઠ પરંપરાગત રીતે લાલ, સફેદ અને પીળા રંગથી રંગાયેલો છે, જે બૌદ્ધ સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે. મઠની અંદર ભગવાન બુદ્ધની વિશાળ અને સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત, ત્યાં અનેક પ્રાચીન ભીંતચિત્રો અને ધાર્મિક ગ્રંથોનો સંગ્રહ છે.

આખું માળખું પથ્થર અને માટીના ઉપયોગથી બનેલું છે, જે ત્યાંની કાતિલ ઠંડીમાં પણ અંદરથી હૂંફાળું રહે છે. આ મઠ વિશે એક પ્રાચીન માન્યતા મુજબ મહિલાઓને મઠના મુખ્ય પ્રાર્થના ખંડમાં પ્રવેશવાની મનાઈ છે, જોકે તેઓ બહારના પરિસરમાં દર્શન કરી શકે છે.

અહીં વર્ષ આખું બૌદ્ધ સાધુઓ નિવાસ કરે છે. તેઓ અહીં ધ્યાન ધરે છે, પૂજા-અર્ચના કરે છે અને ગામના બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે. શિયાળાની કઠિન પરિસ્થિતિમાં પણ આ સાધુઓ અહીં જ રહીને પૂજા ચાલુ રાખે છે. આ મઠ કોમિક ગામની શાન છે અને પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે.

શિક્ષણ અને આરોગ્યના પડકારો છતાં પ્રગતિ, આટલી ઊંચાઈએ પાયાની સુવિધાઓ પહોંચાડવી એ સરકાર માટે પડકાર છે. ગામમાં એક નાની પ્રાથમિક શાળા છે, પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે બાળકોને કાઝા, સીમલા કે મનાલીની હોસ્ટેલમાં મોકલવા પડે છે. શિયાળામાં જ્યારે ૪-૫ મહિના શાળાઓ બંધ રહે છે, ત્યારે બાળકો સ્થાનિક બૌદ્ધ મઠોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક શિક્ષણ મેળવે છે. આરોગ્ય સેવાઓ માટે ગામ લોકો ૧૮ કિમી દૂર આવેલા કાઝા પર નિર્ભર છે, કટોકટીના સમયે સરકાર હેલિકોપ્ટરની સુવિધા પણ આપે છે.

લોકશાહીનો સૌથી ઊંચો સ્તંભ-

કોમિકની વિશેષતા એ છે કે તે લોકશાહી પ્રત્યે અત્યંત જાગૃત છે. ભારતીય લોકશાહીની સુંદરતા અહીં જોવા મળે છે. બાજુમાં આવેલા હિક્કીમમાં દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ છે. જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ બરફ કાપીને પણ અહીં મતદાન મથક ઉભું કરે છે, જેથી આ ૧૫૦ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

ગામમાં પરંપરાગત રીતે પશુપાલન (યાક અને ઘેટાં) પર નિર્ભર યુવાનો હવે પર્યટન, શિક્ષણ અને રોજગારી માટે જાગૃત થયા છે. ઉચ્ચ શિક્ષણ અને નોકરી માટે ઘણા યુવાનો મનાલી, શિમલા કે ચંદીગઢ જેવા શહેરોમાં સ્થાયી થયા છે. જે યુવાનો ગામમાં રહે છે, તેઓ હવે ‘ઇકો-ટુરિઝમ’ તરફ વળ્યા છે. તેઓ ગાઇડ તરીકે કામ કરે છે અને પ્રવાસીઓ માટે હોમસ્ટે ચલાવે છે. સ્ત્રીઓ અને યુવાનો શિયાળામાં ઉનના ગરમ કપડાં વણે છે જે પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

અહીં BSNLનું જ મોબાઈલ નેટવર્ક મળે છે, પરંતુ શિયાળામાં બરફને લીધે બંધ રહે છે. સરકાર સેટેલાઈટ સેલ્યુલર નેટવર્ક પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે જેથી યુવાનો ઇન્ટરનેટ અને હાઈ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી જોડાઈ શકે. આ ઉપરાંત સોલર એનર્જી ગ્રીડ સ્થાપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હિમાચલ અને કેન્દ્ર સરકાર આ વ્યૂહાત્મક વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા રસ્તાઓને વધુ સારા બનાવવામાં આવી રહ્યા છે.

કોમિક સૌથી વધુ ઊંચાઈ પર આવેલ  હોવાથી ત્યાં જીવન જીવવું એ કુદરત સાથે રોજ યુદ્ધ લડવા સમાન છે. ત્યાંના લોકો કેવા કેવા પડકારોનો સામનો કરે છે  તે જાણીએ,

૧. મોબાઈલ નેટવર્ક, ભારે પવન કે બરફવર્ષા થાય ત્યારે ટાવરો બંધ થઈ જાય છે, જેના કારણે દિવસો સુધી ગામ દુનિયાથી સંપર્ક વિહોણું બની જાય છે. વિકટ પરિસ્થિતિમાં ૧૮ કી.મી. ચાલીને કાઝા જવું પડે છે.

૨. પાણીની તીવ્ર અછત, શિયાળામાં નદીઓ અને પાઈપોમાં પાણી થીજી જાય છે. લોકોએ બરફને ઓગાળીને પીવાનું પાણી મેળવવું પડે છે. શૌચાલય અને ન્હાવા માટે પણ પાણી મેળવવું ખૂબ કપરું બને છે.

  1. ઓક્સિજનની ઉણપ, ત્યાંની હવા સામાન્ય કરતાં ૪૦% પાતળી હોવાથી સામાન્ય કામ કરવામાં પણ જલ્દી થાક લાગે છે. ખાસ કરીને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડવીએ ત્યાંની સામાન્ય સમસ્યા છે.

૪. જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો,

શિયાળામાં રસ્તાઓ બંધ થઈ જવાથી શાકભાજી કે ફળો મળતા નથી. લોકોએ છ મહિના માટે લોટ, તેલ અને કઠોળનો સંગ્રહ ઉનાળામાં જ કરી લેવો પડે છે.

૫. ઈંધણ અને ઘરને ગરમ રાખવા માટે લાકડાં કે પ્રાણીઓના સૂકા છાણનો ઉપયોગ કરવો પડે છે. જો બરફવર્ષા લાંબી ચાલે, તો ઇંધણ ખૂટી જવાનો ડર રહે છે.

૬. વન્ય જીવોનો ભય, આ વિસ્તારમાં ‘સ્નો લેપર્ડ’ (બરફીલા ચિત્તા) અને વરુઓનો વસવાટ છે. શિયાળામાં જ્યારે ખોરાકની શોધમાં આ પ્રાણીઓ ગામની નજીક આવે છે ત્યારે પશુઓના શિકારનો ડર રહે છે.

૭. કુદરતી આફતો, ભૂસ્ખલન થી રસ્તાઓ બંધ થવા અને હિમપ્રપાત અહીં સામાન્ય છે. ક્યારેક એક નાની પહાડી પરથી પથ્થર પડવાને કારણે પણ રસ્તો બંધ થઈ જાય તો ગામ સુધી પહોંચવું અશક્ય બની જાય છે.

૮. એકલતાનો અહેસાસ, દુનિયાના સૌથી ઊંચા ગામમાં હોવાનો ગર્વ તો છે, પણ જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે નજીકના શહેર સુધી પહોંચવામાં પણ કલાકો વીતી જાય છે. આ ભૌગોલિક એકલતા માનસિક રીતે પણ મજબૂત હોવાની માંગ કરે છે. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં, ત્યાંના લોકોના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. તેઓ પ્રકૃતિને પોતાની માતા માને છે અને આ જ તેમની સૌથી મોટી શક્તિ છે.

અહીંના લોકો અતિશય ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટેની જરૂરિયાત અને ખોરાક વિશે જાણીએ.

*  શિયાળા માટેનું અગાઉથી આયોજન કરે છે. શિયાળાના છ મહિના આ ગામ દુનિયાથી કપાઈ જાય છે, તેથી લોકો ઉનાળામાં જ આખા વર્ષનું અનાજ અને લાકડાં સંગ્રહી લે છે.

*  સૂકવેલા શાકભાજી, ઉનાળામાં થતા વટાણા અને પાલક જેવી ભાજીને સૂકવી દેવામાં આવે છે, જેનો ઉપયોગ શિયાળામાં સૂપ કે શાક તરીકે થાય છે.

*  થુપ્પા, આ એક ગરમ નૂડલ્સ સૂપ છે જેમાં શાકભાજી અને સ્થાનિક મસાલા નાખવામાં આવે છે. તે શરીરને અંદરથી ગરમી આપે છે.

*  સ્ક્યુ, લોટના નાના ડમ્પલિંગ્સ (ગોટા) અને શાકભાજીમાંથી બનતી આ એક ઘટ્ટ વાનગી છે, જે ખૂબ જ પૌષ્ટિક હોય છે.

*  મોમોઝ, લોટની અંદર વટાણા કે સ્થાનિક પનીરનું સ્ટફિંગ કરીને વરાળમાં બાફેલા મોમોઝ અહીં ખૂબ લોકપ્રિય છે.

*  જવ અને સામ્પા, જવને શેકીને તેનો લોટ બનાવવામાં આવે છે જેને ‘સામ્પા’ કહે છે. આ લોટને ચા કે દૂધમાં ભેળવીને સીધો ખાઈ શકાય છે. આ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે.

*  ખાસ પીણું બટર ટી, અહીંની સૌથી પ્રખ્યાત વસ્તુ નમકીન ચા અને બટર ટી  છે. તે ચાની પત્તી, મીઠું, યાકનું માખણ  અને દૂધ ઉકાળીને બનાવવામાં આવે છે.

તે ઠંડી સામે રક્ષણ આપે છે અને ઊંચાઈ પર ફાટી જતા હોઠ અને ચામડીને નરમ રાખવામાં મદદ કરે છે.

*  માંસાહાર અને પશુ ઉત્પાદન, ઠંડી સામે ટકી રહેવા માટે ઘણા લોકો યાક કે ઘેટાંના માંસનો ઉપયોગ કરે છે, જેને અગાઉથી સૂકવીને સાચવવામાં આવે છે.

*  યાકના દૂધમાંથી બનેલું પનીર, જે ખૂબ જ કડક હોય છે, તેને લાંબા સમય સુધી મોઢામાં રાખીને ચૂસવામાં આવે છે જે ઉર્જા આપે છે.

કોમિક જેવા દુર્ગમ અને ઊંચાઈવાળા વિસ્તારમાં જીવન જરૂરિયાતની પાયાની સેવાઓ મેળવવી એ પણ એક મોટો પડકાર છે. અહીં મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે ટિપ્સ એ છે કે ક્યારેય સીધા કોમિક ન જાઓ. પહેલા ૧-૨ દિવસ શિમલા કે મનાલી રોકાઈને પછી ધીમે-ધીમે કાઝા પહોંચો. કાઝામાં ૨૪ કલાક આરામ કર્યા પછી જ કોમિક જાઓ. જો તમે ત્યાં જશો, તો તમને મોટાભાગે દાળ-ભાત કે મેગી સરળતાથી મળી રહેશે. પરંતુ, જો તમારે સાચો અનુભવ લેવો હોય, તો ત્યાંના સ્થાનિક હોમસ્ટેમાં રોકાઈને ‘સામ્પા’ અને ‘બટર ટી’નો સ્વાદ ચોક્કસ લેજો. જ્યાં વાદળો મહેમાન બને છે અને પર્વતોની રાણી સ્પીતિ વેલીનું પ્રવેશદ્વાર છે એવા, વિશ્વના સર્વોચ્ચ શિખર જેવું ગામ ‘કોમિક’ની એકવારની મુલાકાત વિસ્મરણીય બની રહેશે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor By Editor 6 days ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?