રાજકોટ મનપાના ચાલુ વર્ષના અંદાજપત્રમાં મુકાયેલા મોટાભાગના પ્રોજક્ટ-કામ માત્ર કાગળ પર જ રહી ગયા
લિવેબલ સિટી ચાર આધારસ્તંભમાં વિભાજીત કરવામા આવ્યુ છે. જેમા (૧)સંસ્થાકીય એટલે કે શાસક(ગર્વમેન્ટ), (૨)સામાજિકમાં ઓળખ અને સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, સલામતી અને સુરક્ષા, (3)આર્થિક કે જેમા ભાવી વિકાસ માટે આગોતરુ નાણાકીય આયોજન તેમજ (૪)ભૌતિક કે જેમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, જાહેર સ્થળો, ઉર્જા, જાહેર પરિવહન, પીવાલાયક પાણી, વોટર ટ્રીટમેન્ટ, ઘન કચરો અને પ્રદુષણ. ઉક્ત તમામ પરીબળો ઉપર મનપાનું બજેટ તૈયાર કરવામા આવ્યુ હતુ. જેમા ૫૯ ટકા ભૌતિક માટે, ૬ ટકા આર્થિક, ૧૮ ટકા સામાજિક અને ૧૭ ટકા સંસ્થાકીય આયોજન માટે ફાળવવામા આવ્યા હતા.
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રંગીલુ શહેર તો છે જ પરંતુ હવે તેની ઓળખ ‘લીવેબલ રાજકોટ’ તરીકે પ્રસ્થાપિત થાય તેવા એક અંદાજ સાથે મનપાનું ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ સૌ-પ્રથમ વખત આ પ્રકારની થીમ સાથે બનાવાયુ હતુ. બજેટને સંપૂર્ણપણે વાસ્તવિક ટચ આપવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો તેમાં શંકાને કોઇ સ્થાન ન હતુ. વિકસિત ભારત-૨૦૪૭નો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે તેનો પાયો રાજકોટ મનપાના આ બજેટમાં કંડારવામા આવ્યો હતો. પરંતુ સમયસરના આયોજનનો અભાવ, કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ આધારિત પ્રોજેક્ટમાં સરકાર સાથે સંકલનના અભાવના કારણે કુલ રૂ.3૧૦૦ કરોડના બજેટનું ફારસ નીકળી ગયુ છે. બજેટ પૈકી માંડ ૧૪૦૦થી ૧૫૦૦ કરોડે મનપા હાંફી જાય તેવી હાલત છે. તેની પાછળ મુળભૂત કારણ મનપાના તંત્રવાહકો અને શાસકોની નિષ્ઠાપૂર્વકની ઇચ્છાશક્તિનો અભાવ હોય તેવુ પણ સ્પષ્ટપણે માની જ શકાય.
‘લીવેબલ રાજકોટ’ થીમ અંગે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, બજેટની થીમ લીવેબલ સિટીમાં પંચામૃત એટલે કે ફાઇવ-ઇ પરિમાણ પર આધાર રાખવામા આવ્યો હતુ. જેમા (૧)ઇકોનોમિક ડેવલપમેન્ટ, (૨)એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલીટી એન્ડ રેજિલીયન્સ, (3)ઇકવીટી એન્ડ ઇન્ક્લુઝિવનેસ, (૪)અનેબલર્સ અને (૫)એન્ગેજમેન્ટ છે.
બીજી એક રીતે જોઇએ તો લિવેબલ સિટી ચાર આધારસ્તંભમાં વિભાજીત કરવામા આવ્યુ છે. જેમા (૧)સંસ્થાકીય એટલે કે શાસક(ગર્વમેન્ટ), (૨)સામાજિકમાં ઓળખ અને સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, સલામતી અને સુરક્ષા, (3)આર્થિક કે જેમા ભાવી વિકાસ માટે આગોતરુ નાણાકીય આયોજન તેમજ (૪)ભૌતિક કે જેમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, જાહેર સ્થળો, ઉર્જા, જાહેર પરિવહન, પીવાલાયક પાણી, વોટર ટ્રીટમેન્ટ, ઘન કચરો અને પ્રદુષણ. ઉક્ત તમામ પરીબળો ઉપર મનપાનું બજેટ તૈયાર કરવામા આવ્યુ હતુ. જેમા ૫૯ ટકા ભૌતિક માટે, ૬ ટકા આર્થિક, ૧૮ ટકા સામાજિક અને ૧૭ ટકા સંસ્થાકીય આયોજન માટે ફાળવવામા આવ્યા હતા. જો કે બજેટનું મોટાભાગનો અંદાજ ઉંધો વળી ગયો છે. ધાર્યા કામ થયા નથી. બજેટમાં મુકેલા અસંખ્ય કામના શ્રીગણેશ કરવાના મુર્હુત આવ્યા નથી. આ ઉપરાંત જે કામ ચાલુ નાણાકીય વર્ષમાં પુરા કરવાના હતા અથવા તો શરૂ કરવાના હતા તેના હજુ સુધી કોઇ ઠેંકાણા નથી. અહીં તેનુ વિસ્તૃત પોસ્ટમોર્ટમ કરવામા રજૂ કરવામા આવ્યુ છે.
એક વર્ષમાં ૧ લાખ વૃક્ષારોપણનો અંદાજ હતો, વાવ્યા ક્યા? તેનો કોઇ જાહેર હિસાબ નહીં!
ઘનિષ્ઠ વૃક્ષારોપણના નામે વર્ષ આખુ ફોટો સેશન તો થયુ પણ કઇ જગ્યાએ કેટલા પ્લાન વાવવામા આવ્યા? તેમાંથી કેટલા પ્લાન્ટનો ઉછેર થયો તેનો કોઇ માહિતી જાહેર ન થઇ શહેરને હરિયાળુ બનાવવા માટે બજેટમાં આયોજન કરવામા આવ્યુ હતુ. આવતા એક વર્ષમાં ૧ લાખથી વધુ વૃક્ષારોપણનો અંદાજ બજેટમાં મુકવામા આવ્યો હતો. જેમા આજીડેમ રામવન તરફ જવાના રસ્તે અલગ અલગ થીમ પર બોટનિકલ ગાર્ડન બનાવવા 3૪૫.૨૮ લાખ, જુદા જુદા ટીપી પ્લોટમાં બગીચાઓ બનાવવા રૂ.૧૧૫.૫૬ લાખ, હયાત બગીચાઓમાં બાલ ક્રિડાંગણ તથા ફીઝીકલ ફીટનેસના સાધનો મુકવા માટે ૬૪.૨૦ લાખ, નાકરાવાડી લેન્ડ ફીલ સાઇડ તેમજ શહેરના વિવિધ રાજમાર્ગો પર સેન્ટ્રલ ડિવાઇડરમાં બ્યુટીફિકેશન માટે ૨૦૦ લાખ, રેલનગર મેઇન રોડ પર વૃક્ષારોપણ માટે ૮૪ લાખ તેમજ વૃક્ષારોપણની જાળવણી માટે ૫૦ લાખની જોગવાઇ કરવામા આવી હતી. ઘનિષ્ઠ વૃક્ષારોપણના નામે વર્ષ આખુ ફોટો સેશન તો થયુ પણ કઇ જગ્યાએ કેટલા પ્લાન વાવવામા આવ્યા? તેમાંથી કેટલા પ્લાન્ટનો ઉછેર થયો તેનો કોઇ માહિતી જાહેર ન થઇ


