- વડોદરાના વુડા સર્કલ પાસે પડયો ભુવો
- ભુવાને લઈ વાહનચાલકોની પરેશાની વધી
- અકસ્માત ન થાય તે માટે બેરિકેટ લગાવાયા
વડોદરામાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રક્ટરોની મિલીભગત થી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના બનાવેલ શહેરના વુડા સર્કલ પાસે સ્માર્ટ રોડની વચ્ચે વધુ એકવાર મસ્ત મોટો ભુવો પડયો છે. જોકે પાલિકા દ્વારા આ ભુવાનું સમારકામ કરવાની તસ્દી પણ લેવામાં ન આવતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.હાલ આસપાસ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.
વરસાદ વિના ભુવો
વડોદરા સ્માર્ટ સીટીમાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રક્ટરોની મિલીભગતથી કરોડના ખર્ચે બનેલ શહેરના સ્માર્ટ રસ્તાઓ પર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણતા વધુ એક રાજ માર્ગ પર ભુવાઓનું ભૂત ધણ્યું છે. શહેરના વુડા સર્કલ પાસે રોડની વચ્ચોવચ એક મસ્ત મોટો ભુવો પડયો છે. પાલિકા તરફથી આ ભુવાના સમારકામ માટે પણ કોઈ તસ્દી લેવામાં આવી નથી આ ભુવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પાલિકા તંત્ર ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
ગોધરામાં ગઈકાલે પડયો ભુવો
ગોધરા ડાયવર્ઝનના રોડ વચ્ચોવચ એક ભુવા જેવો ખાડો પડી જતા વાહન ચાલકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થશેની દહેશતો ઊભી થવા પામી છે. સાથો સાથ ગત ચોમાસામાં ગરનાળા ઉપર આવેલ પ્રોટેક્શન દિવાલ ધરાસયી થયા બાદ પ્રોટેક્શન વોલ તો બનાવવામાં આવી હતી, પરંતુ દિવાલને અડીને ગટરના પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પાઇપનો દેખાતા આ ખુલ્લો ખાડો ડાયવર્ઝન રોડને અડીને આવેલ હોય આ સ્થળ પણ વાહનચાલકો માટે જોખમી દેખાઈ રહ્યું છે.


