- સીંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂ. 2700થી 2800
- મગફળીની મોટી આવક છતાં ભાવમાં ઘટાડો નથી
- ચાલુ વર્ષે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2800થી 3000 રહી શકે
દિવાળી બાદ સીંગતેલના ભાવમાં રૂ.80નો વધારો થયો છે. જેમાં સીંગતેલના 15 કિલા ડબ્બાનો ભાવ રૂ. 2700થી 2800 થયો છે. મગફળીની મોટી આવક છતાં ભાવમાં ઘટાડો થતો નથી. ચાલુ વર્ષે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2800થી 3000 રહી શકે છે.
બારમાસી સીંગતેલ ભરવાની સીઝન શરૂ થઇ
બારમાસી સીંગતેલ ભરવાની સીઝન શરૂ થઇ છે. ત્યારે સીંગતેલ ડબ્બાનો 15 કિલોનો ભાવ રૂપિયા 2700 થી 2800 થયો છે. દિવાળી બાદ સીંગતેલના ડબ્બે ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે. હાલ મોટા પ્રમાણમાં નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે પહોંચી રહી છે. મગફળીની મોટી આવક છતાં ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ચાલુ વર્ષે સીંગતેલ ડબ્બો રૂપિયા 2800થી 3000 આસપાસ રહેવાની સંભાવના છે.
15 કિલાનાં 3200 રૂપિયા ભાવે ઓઇલ મીલ વાળા તેલ વેચી રહ્યાં છે
છેલ્લા ત્રણ વર્ષથી મગફળીના તેલની માંગ વધી છે. તેમજ લોકો હવે મગફળી ખરીદીને તેલ કઢાવી રહ્યાં છે. જેના કારણે ઓઇલ મીલમાં તેજીનો માહોલ આવ્યો છે. લોકોમાં મગફળીનું તેલ કઢાવી ખાવનો પ્રમાણ વધતા ખેડૂતોને સારા ભાવ મળતા હતાં. અનેક લોકો ખેડૂત પાસેથી મગફળી ખરીદી કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં દિવાળી બાદ મીની ઓઇલ મીલ ધમધમતા થયા છે. 45 કિલો મગફળીમાંથી 15 કિલો તેલ નિકળે છે. 15 કિલાનાં 3200 રૂપિયા ભાવે ઓઇલ મીલ વાળા તેલ વેચી રહ્યાં છે.


