- જામનગરમાં 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
- ઘર પાસે રનિંગ કરતો યુવક એકાએક ઢળી પડ્યો
- રાધેશ્યામ પન્નુનું હાર્ટ એટેકથી મોત
રાજ્યમાં નાની ઉંમરના લોકોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટનામાં કોઈ જ ઘટાડો આવી રહ્યો નથી. હવે જામનગરમાં હાર્ટ એટેકથી માત્ર 25 વર્ષના યુવાનનું મોત થયું છે. જામનગર નજીક કાનાલુસ ગામે લેબર કોલોનીમાં ઘર પાસે રનિંગ કરતો યુવક એકાએક જીવ ગુમાવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, જામનગર નજીક કાનાલુસ ગામે લેબર કોલોનીમાં ઘટના બની છે. જેમાં ઘર પાસે રનિંગ કરતો યુવક એકાએક ઢળી પડ્યો હતો. જેમાં 25 વર્ષીય રાજસ્થાની યુવાન રાધેશ્યામ ડાયારામ પન્નુને એકાએક ચક્કર આવતા પડી જતા અને હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ મોત થયું હોવાની વિગતો સામે આવી છે.
હાલ આ યુવાન મૂળ રાજસ્થાનના કેરૂગામનો વતની હતો. તેમજ જામનગર નજીક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. યુવકના અચાનક મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.
સુરતમાં 40 વર્ષના યુવાનને હાર્ટએટેક
સુરતમાં શનિવારે 40 વર્ષીય ચૈતન્ય પટેલને હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે. ચૈતન્ય પરિવાર સાથે સુરતના ઉગત રોડ પર રહેતો હતો. ઘરે તેમને હાર્ટ અટેક આવતા તે અચાનક ઢળી પડ્યો હતો, બાદ તેમને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા


