- ગામની 9થી14 વર્ષની 164 કિશોરીઓને રસીકરણથી આવરી લેવાઈ
- મહેસાણા ખાતે કેન્સર દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
- 50 બોટલ રક્ત એકત્રિત થયું
વિશ્વ કેન્સર દિવસ નિમિતે વિસનગર તાલુકાના ભાન્ડુ ગામ ખાતે 9 થી 14 વર્ષની કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસીકરણના કાર્યક્રમનું આયોજન થયું હતુ. તેમાં ગામની 164 બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી.
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન તેમજ APMC ચેરમેન પ્રીતેશભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગર તાલુકાના ભાન્ડુ ગામ ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારે સર્વાઇકલ કેન્સરની રસીકરણનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ભાન્ડુ ગામના દાતાઓના આર્થિક ફળાથી પ્રાથમિક કન્યા શાળામાં રસીકરણ ટી.એચ.ઓ. વિસનગર ડો.આર.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાન્ડુ તથા પ્રા.આરોગ્ય કેન્દ્ર જેતલવાસણાના સ્ટાફ્ દ્વારા કરવામાં આવેલ હતુ.
આ રસીકરણ કાર્યક્રમમાં ગામની 9 થી 14 વર્ષની 164 કિશોરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી. વધુમાં ગુજરાત કેન્સર સોસાયટીના ડિરેક્ટર ડોક્ટર શશાંક પંડયા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા 25 વર્ષથી ઉપરની મહિલાઓને ગાયનેક તથા સર્જિકલ તપાસ કરવામાં આવેલ હતી. તો ડો. શશાંક પંડયા દ્વારા ગામ લોકોને કેન્સરનું માર્ગદર્શન તેમજ વ્યસન મુક્તિની સમજ આપવામાં આવેલ હતી. કેન્સર દિવસની ઉજવણીમાં APMC ચેરમેન, વિસનગર તાલુકા હેલ્થ ઓફ્સિર, ગુજરાત કેન્સર સોસાયટીના ડિરેકટર, પી.એચ.સી.ભાન્ડુ,પી.એચ.સી જેતલવાસણાનો સ્ટાફ્, સરપંચ ભાન્ડુ તેમજ ગ્રામજનો સહભાગી થયેલ હતા.
મહેસાણા ખાતે કેન્સર દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : 50 બોટલ રક્ત એકત્રિત થયું
મહેસાણા । મહેસાણાના રાધનપુર રોડ પર યુનિક ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયું હતુ. આ કેમ્પમાં રક્તદાતાઓ એ ઉત્સાહ બતાવી 50 બોટલ રક્તનું દાન કર્યું હતુ. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ સાકેત હબમાં યુનિક ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા રવિવારે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગ રૂપે રકતદાન કેમ્પનુ આયોજન કરાયું હતું. રવિવાર સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલ કેમ્પમાં બ્લડ ડોનરોએ ઉત્સાહ બતાવી ત્રણ કલાક દરમિયાન યોજાયેલ રક્તદાન કેમ્પમાં 50 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતુ.


