આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ શાનદાર જીત મેળવીને ટ્રોફી ટીમના નામે કરી લીધી છે. એક ખુબજ લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે વિરાટ કોહલી અને તેની ટીમને સફળતા હાથ લાગી છે. આ વર્ષે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધમાકેદાર પ્રદર્શન કરતાં ટ્રોફી પર વિજય મેળવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આ જીતમાં 57 વર્ષના એક દિગ્ગજ ખેલાડીનો પણ અનુભવ રહેલો છે.
આખરે 18 વર્ષે ટ્રોફી હાથ લાગી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આઈપીએલ 2025નું વર્ષ કાયમ માટે યાદગાર રહેવાનું છે. આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટ્રોફીના વનવાસનો અંત લાવી દીધો છે. સતત 18 વર્ષો સુધી જે દિવસની રાહ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ચાહકો જોઈ રહ્યા હતા, એ દિવસ ગઈ કાલે આખરે ચાહકોએ જોઈ લીધો. ગઇકાલે પંજાબ કિંગ્સ સામે મેળવેલી ભવ્ય જીત બાદ ચારેકોરથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ખેલાડીઓની વાહવાહ થઈ રહી છે. પરંતુ આ જીતમાં જે 57 વર્ષના મહાન ખેલાડીનું પણ યોગદાન છે, તેના વિશે વધારે ચર્ચા નથી થઈ રહી.
RCBને ચેમ્પિયન બનાવનાર ગુમનામ કોચ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ વર્ષે આઈપીએલમાં રજત પાટીદારની કપ્તાનીમાં મેચ જીતીને ઇતિહાસ રચી દીધો છે. આ સફળતામાં એક મોટો ફાળો ટીમના કોચ એન્ડી ફ્લાવરનો પણ રહ્યો છે. એક કોચ તરીકે એન્ડી ફ્લાવરનું પ્રદર્શન હમેશા વખાણવા લાયક રહ્યું છે. એમના કોચિંગની સૌથી મહત્વની વાત એ છે, કે તેઓ જે પણ ટીમ સાથે કોચ તરીકે જોડાય છે, તે ટીમને સફળતાના શિખર સુધી લઈ જાય છે. 2025માં RCBને ચેમ્પિયન બનાવનાર આ કોચે દુનિયામાં તેમની સ્કિલની તાકાત સાબિત કરી દીધી છે.
એન્ડી ફ્લાવરની અદભૂત કોચિંગ
એવું કહેવાય છે કે એન્ડી ફ્લાવર જ્યાં પણ જાય છે જીતીને આવે છે. તેઓ જે પણ ટીમ સાથે કોચ તરીકે જોડાય છે, તે ટીમને સફળતા સુધી ચોક્કસથી લઈ જાય છે. તેમને ઈંગ્લેન્ડની ટીમના કોચ બનીને ટીમને 2010માં ટી20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી. ઈંટરનેશનલ લીગ ટી20 માં ગલ્ફ જાયન્ટ્સને ટ્રોફી હાંસલ કરવામાં મદદ કરી હતી, અને આઈપીએલ 2022-23 માં લખનૌ સુપર જાયન્ટ્સને પ્લેઓફ સુધી પહોંચાડી હતી. આવી અનેક ટીમોના કોચ રહીને તેમને એક કોચ તરીકે ખુદને સાબિત કર્યા છે અને સફળ રહ્યા છે.


