- સાઇકલથી જતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા
- આમદભાઈ નામના આધેડનું મોત
- ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
કચ્છના ભુજમાં 63 વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં આમદભાઈ નામના આધેડનું મોત થયુ છે. ત્યારે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આમદભાઈ સાઇકલથી જતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. જેમાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
હાર્ટ એટેક આવતા વધુ એક વ્યક્તિનું મોત થયું
હાર્ટ એટેક આવતા વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં રાજયમાં હાર્ટ એટેકના બનાવ સતત વધી રહ્યાં છે. જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ 60 ટકા નિવારી શકાય છે. દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન 20 કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્વારા પહોચે છે.
60% પુરૂષો અને 50% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી
ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો અનુભવાય છે. આ દુખાવો ક્ષણીક હોય છે અને 2 થી 5 મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે. આ દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં, પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. 20% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે 60% પુરૂષો અને 50% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહેલા લક્ષણ રૂપે સીધો હાર્ટ એટેક જ આવે છે.
હાર્ટ એટેક દરમ્યાન 25 % લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યુ પામે છે
અત્યંત ગંભીર બાબત એ છે કે હાર્ટ એટેક દરમ્યાન 25 % લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યુ પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ દર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્ન બદલાઈ ગઈ છે. તનાવ-યુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ, મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ અને ટૂંકા ગાળામાં વઘુ પૈસા કમાઈ લેવાની આપણી વૃતીના કારણે આપણું કોલેસ્ટેરોલનું પ્રમાણ લોહીમાં પણ વઘી ગયું છે. જેના કારણે હૃદયરોગનો હુમલો કે લકવાના રોગનો જન્મ થયો છે.


