અગ્ર ગુજરાત,પાટણ,નિખિલ જોષી
સથાનિક લોકોમાં ફિટકારની લાગણી સાથે રોષ
પાટણ શહેરની અંદર આવેલ સુજનીપુર પાસેના સૂર્યનગર નજીકના ક્રિષ્ના રો હાઉસના ગેટ નજીકથી એક ખેડૂતને વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે પોતાના ખેતરે જઈ રહ્યા હતા તે દરમિયાન ત્યજી દીધેલ હાલતમા બાળકી મળી આવતા ખેડૂત દ્વારા તાત્કાલિક પોતાની બહેન સહીત આજુ બાજુના રહીશોને જાણ કરાતા તુરંત જ લોકોના ટોળે ટાળા એકઠા થઈ જવા પામ્યા હતા તેમજ ૧૦૮ તેમજ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનને જાણ કરવામાં આવી હતી તેમજ ઘટનાની જાણ ૧૦૮ને થતા પાયલોટ ગુલાબ ખાન તેમજ ઇ.એમ.ટી પુજા બેન ગોસ્વામી દ્વારા ઘટના સ્થળે દોડી આવી બાળકી ને ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ઓકિસજન સહીતની સ્થળ પર જ સારવાર આપી પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી
ગુજરાત સરકાર દ્વારા એક બાજુ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે તેમજ બાળકીઓ માટે વ્હાલી દીકરી સહીતની યોજનાઓ બહાર પાડી મહિલાઓને પ્રોત્સાહીત કરી રહી છે ત્યારે કેટલાક નિષ્ઠુર લોકો પોતાના પાપ છુપાવવા તાજા જન્મેલ બાળકોને રસ્તા પર જ જાહેરમા ફેકી દેવાની ઘટનાઓ પ્રકાશમા આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના આજરોજ પાટણ ખાતે બનવા પામી હતી જેમા સુજનીપુર નજીક આવેલ ક્રિષ્ના રો હાઉસના ગેટ નજીકથી વહેલી સવારે ધીરજી ભાઈ ભીલ નામના એક ખેડૂત પોતાના ખેતર જઈ રહ્યા હતા તે દરમિયાન ત્યજી દીધેલ હાલતમાં બાળકી નજરે પડતા તેઓ દ્વારા પોતાની બહેન સહીત આજુ બાજુના રહીશોને જાણ કરાતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ૧૦૮ ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક ઓકિસજન સહિતની સારવાર આપી પાટણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યા હાજર તબીબો દ્વારા બાળકીનું મેડિકલ ચેક કરી આઈ સી યુમા દાખલ કરાઈ હોવાનુ જાણવા મળ્યા હતુ તેમજ પોલિસ સહીતનો આરોગ્ય અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું
બાળકી ચારથી પાચ દિવસની હોવાનુ અનુમાન.
સ્થળ પર પહોંચી બાળકીને સારવાર આપનાર ૧૦૮ ઈમરજન્સી ના સ્ટાફ સાથે ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક દ્વારા ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે બાળકી ચારથી પાંચ દિવસની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ બાળકી વહેલી સવારે મળી આવી હતી તે દરમિયાન બાળકી પર અસંખ્ય કીડીઓ ચોંટેલી હોય 108 ના ઈ એમ ટી પૂજાબેન ગોસ્વામી દ્વારા બાળકી પર ચોટી રહેલી કીડીઓ ને દૂર કરીને તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવ્યું હતું તેમજ પાટણ ખાતે લાવવામાં આવી હતી.
સ્થાનિક રહીશોએ માનવતા મહેકાવી.
વહેલી સવારે ત્યાંથી પસાર થતા ખેડૂતને ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવતા તાત્કાલિક તેઓ દ્વારા પોતાની બહેન સહિત આજુબાજુના લોકોને જાણ કરતાં તાત્કાલિક આજુબાજુના લોકો સહિત મહિલાઓ પણ એકઠી થઈ જવા પામી હતી અને મહિલાઓ દ્વારા બાળકીને માતાની હુંફ આપીને તંત્રને જાણ કરી હતી.


