- ભારતીય સશસ્ત્ર દળને લઈને રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય
- મેટરનિટી લીવમાં કોઈ રેન્ક ભેદભાવ રહેશે નહીં
- મહિલાઓ માટે સમાન રજા લાગુ પડશે
હવે સશસ્ત્ર દળોમાં મેટરનિટી લીવમાં કોઈ રેન્ક ભેદભાવ રહેશે નહીં. મહિલા સૈનિકો, ખલાસીઓ અને વાયુસેનાને એક અઘિકરી બરાબર માતૃત્વ, બાળ સંભાળ અને બાળકને કાયદેસર દત્તક લેવા માટે અધિકારીની સમાન રજા મળશે. રક્ષા મંત્રાલય (MoD) એ રવિવારે જણાવ્યું હતું કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં મહિલાઓને માતૃત્વ, બાળ સંભાળ અને બાળ દત્તક લેવાના નિયમોને તેમના અધિકારી સમકક્ષોની સમાન રીતે વિસ્તારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
મહિલાઓ માટે સમાન રજા લાગુ પડશે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નિયમોના જાહેર થવાની સાથે, સેનાની તમામ મહિલાઓને આવી રજાઓ આપવા માટેનો નિયમ સમાન રીતે લાગુ થશે, પછી ભલે તે અધિકારીઓ હોય કે અન્ય કોઈ રેન્કના હોય.
MoD અધિકારીએ જણાવ્યું હતું કે, “આ નિર્ણય સશસ્ત્ર દળોમાં તમામ મહિલાઓની સર્વસમાવેશક સહભાગિતાના સંરક્ષણમંત્રીનના વિઝનને અનુરૂપ છે, પછી ભલે તે કોઈપણ હોદ્દા પર હોય. રજાના નિયમોનું વિસ્તરણ મહિલા-વિશિષ્ટ પારિવારિક, પ્રસંગોપાત તેમજ સામાજિક મુદ્દાઓ સંબંધિત બાબતો સામે બેલેન્સ જાળવવામાં મદદ મળશે.”
મહિલાઓને સંતુલન જાળવવામાં મદદ મળશે
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ પગલાથી સેનામાં મહિલાઓની કાર્ય સ્થિતિમાં સુધારો થશે અને તેમને વ્યાવસાયિક અને પારિવારિક જીવનના ક્ષેત્રોને વધુ સારી રીતે સંતુલિત કરવામાં મદદ મળશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં સક્રિય રીતે તૈનાત થવાથી લઈને યુદ્ધ જહાજો પર તૈનાત થવાથી લઈને આકાશ પર પ્રભુત્વ જમાવવા સુધી, ભારતીય મહિલાઓ હવે સશસ્ત્ર દળોમાં લગભગ દરેક ક્ષેત્રમાં અવરોધો તોડી રહી છે.
સંરક્ષણ મંત્રાલયે શું કહ્યું?
2019 માં, ભારતીય સેનાના મિલિટરી પોલીસ કોર્પ્સમાં સૈનિકો તરીકે મહિલાઓની ભરતી કરીને એક મહત્વપૂર્ણ ઉપલ્બધી પ્રાપ્ત કરવામાં આવી છે. રક્ષા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, “રક્ષા મંત્રી રાજનાથ સિંહ હંમેશા માને છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમકક્ષોની સમાન હોવી જોઈએ.