- માતા પિતાએ દીકરીને ઘરમાં જ વધુ પ્રેમ આપવા જણાવ્યું
- પાટીદાર સમાજની દીકરી અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે સૂચન
- ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે તેમ આરપી પટેલે જણાવ્યું
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખનું મોટુ નિવેદન સામે આવ્યું છે. જેમાં પાટીદાર સમાજની દીકરીઓના લગ્ન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમાં માતા પિતાએ દીકરીને ઘરમાં જ વધુ પ્રેમ આપવા જણાવ્યું છે. દીકરીને ઘરમાં લાગણી આપવી જેથી ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે તેમ આરપી પટેલે જણાવ્યું છે.
દીકરી પોતાના વાલીઓને દિલ ખોલીને વાત કરી શકે છે
પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયાધામના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં દીકરીને ઘરમાં લાગણી આપો, અન્ય સમાજમાં લગ્ન ન કરે. દીકરી પોતાના વાલીઓને દિલ ખોલીને વાત કરી શકે છે. માં બાપની જાણ બહાર દીકરી ભાગીને લગ્ન કરે છે. આ પ્રકારની ઘટનાઓ અંગે રિસર્ચ કરવામાં આવ્યું છે. દીકરીઓ બેકાર અને અસામાજિક તત્વો સાથે લગ્ન કરે છે. સોશ્યલ મીડિયાથી સંપર્ક થાય, હોટેલમાં જમવા જાય, દીકરીઓને ફસાવે છે. સિનેમામાં પણ અન્ય સમાજમાં લગ્નની ઘટનાઓ દર્શાવે છે. આવી ઘટનાઓ દિકરીને વધારે ભ્રમિત કરે છે. ઘરમાં જ દિકરીઓ માટે સારુ વાતાવરણ ઉભુ કરવુ જોઈએ. ગરીબ કે શ્રીમંત તમામ ઘરોમાં આવી ઘટના સામે આવે છે. માતા – પિતા પાસે સમય ના હોવાના કારણે દીકરીઓ બીજે હૂંફ શોધે છે.
પાટીદાર સમાજની દીકરી અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે સૂચન કર્યા
પાટીદાર સમાજની દીકરી અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે સૂચન કર્યા છે. જાસપુર ખાતે VUFના સ્નેહમિલનમાં સૂચન આપ્યું છે. આ પહેલા પણ આર.પી.પટેલે દીકરીઓના અન્ય સમાજમાં થતાં લગ્ન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કડવા પાટીદાર સમાજ દ્વારા દિકરીના પ્રેમલગ્ન કરવા અંગે માતા પિતાની સહી લેવી ફરજિયાત કરવા પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ અંગે છેલ્લા ઘણા મહિનાથી બેઠકોનો દોર શરૂ થયો છે.
દિકરી જો પ્રેમલગ્ન કરે તો માતાપિતાની સહી ફરજિયાત લેવાની માગ
અગાઉ પણ કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો તથા સમાજના લોકો હાજર રહ્યા હતા. મહેસાણા 84 કડવા પાટીદાર સંકુલ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પુખ્તવયની દિકરી જો પ્રેમલગ્ન કરે તો માતાપિતાની સહી ફરજિયાત લેવાની માગ કરવામાં આવી હતી. દીકરી 25 વર્ષે પ્રેમ લગ્ન કરે તો મિલકતમાંથી નામ આપોઆપ કમી થાય તેવો કાયદો લાવવા માંગ કરી હતી. ચોર્યાસી પાટીદાર સમાજની આ માંગને અન્ય સમાજ દ્વારા પણ આવકારવામાં આવી હતી. સૌરાષ્ટ્ર રાજપૂત સમાજ, ચરોતર બ્રહ્મ સમાજ તથા પ્રજાપતિ સમાજ અને નાયી સમાજ દ્વારા ટેકો જાહેર કરાયો હતો.


