- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- PM નેતન્યાહુ પર વિપક્ષો કરી રહ્યા છે પ્રહાર
- નેતન્યાહુને સત્તા પરથી હટાવા ઘડાયું છે કાવતરું
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અનેક રાજકિય રણનીતિ ઘડાઇ રહી છે. આ યુદ્ધ સમાપ્ત થયા પછી તરત જ ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ પદ છોડશે? જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ઈઝરાયેલના ઈતિહાસ પર નજર કરીએ તો ઈઝરાયલ હંમેશા દરેક યુદ્ધમાં જીતે છે પરંતુ તેનું બલિદાન સત્તામાં ટોચ પર બેઠેલા પ્રતિનિધિઓએ આપવું પડે છે.
PM નેતન્યાહુને સત્તા પરથી હટાવા ઘડાયું કાવતરું
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે અનેક રાજકિય પક્ષો PM બેન્જામિન નેતન્યાહુની ખુરશી પર નજર ટેકવીને બેઠા છે. તેઓએ નેતન્યાહુને ઘેરી લેવા અને તેમને સત્તા પરથી હાંકી કાઢવા માટે સંપૂર્ણ કિલ્લેબંધી કરી છે. હાલમાં, ઇઝરાયેલના PMને તેમના દેશની અંદરના દુશ્મનોથી વધુ ખતરો ‘હમાસ’ અથવા શિયા સંગઠન ‘હિઝબુલ્લા’ના લડવૈયાઓથી છે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડે બેન્જામિન નેતન્યાહુના રાજીનામાની માંગ કરી છે. તેમણે દેશમાં એક અલગ વડાપ્રધાનના નેતૃત્વમાં નવી સરકારની રચના માટે પણ અપીલ કરી છે.
એટલું જ નહીં નેતન્યાહુને સત્તા પરથી હટાવવા માટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના પ્રયાસો પણ તેજ કરવામાં આવ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કે આ યુદ્ધ સમાપ્ત થયા પછી તરત જ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ રાજીનામું આપે તો તેમાં કંઈ નવું નથી. વાસ્તવમાં ઈઝરાયેલના સદીઓ જૂના ઈતિહાસ પર નજર કરીએ તો ઈઝરાયેલ દરેક યુદ્ધ જીતે છે પરંતુ તેનું બલિદાન સત્તામાં ટોચ પર બેઠેલા પ્રતિનિધિઓએ જ આપવું પડે છે.
યોમ કિપ્પુર યુદ્ધે ગોલ્ડા મીરની સત્તા છીનવી લીધી
પહેલું ઉદાહરણ 1973માં યોમ કિપ્પુર યુદ્ધમાં જોવા મળ્યું હતું. જે રીતે હમાસના લડવૈયાઓએ 7 સપ્ટેમ્બરે ઇઝરાયેલ પર એક સાથે 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા અને યુદ્ધની જાહેરાત કરી હતી, 1973માં આરબ લીગ દ્વારા પણ આવો જ હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયના તત્કાલિન વડા પ્રધાન ગોલ્ડા મીરને એવી ગેરસમજ હતી કે ત્રણ યુદ્ધો હાર્યા પછી આરબ લીગ તેના પર હુમલો કરવાનું વિચારશે પણ નહીં, પરંતુ એવું બન્યું નહીં. આરબ દેશોએ ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા અને ઈઝરાયેલને મોટું નુકસાન થયું. આ યુદ્ધમાં અમેરિકાએ પણ ઈઝરાયેલને સાથ આપ્યો અને ઈઝરાયેલ આ યુદ્ધ જીતી ગયું. જો કે, ત્યાંના લોકો આ યુદ્ધમાં ઇઝરાયલ દ્વારા સહન કરવામાં આવેલા ભારે નુકસાનને ક્યારેય ભૂલી શક્યા નથી અને 1974માં યોજાયેલી ચૂંટણીમાં ગોલ્ડા મીરને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.
1982ના યુદ્ધ બાદ ઘણા ફેરફાર થયા
1982 માં, જ્યારે મેનાકેમ બિગિન ઇઝરાયેલમાં સત્તા પર હતા, ત્યારે ઇઝરાયેલી સંરક્ષણ દળે દક્ષિણ લેબનોન પર હુમલો કર્યો. યુદ્ધમાં બંને પક્ષે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. યુદ્ધ સાથે જોડાયેલા નિષ્ણાતોના મતે આમાં ઈઝરાયેલને ઘણું નુકસાન થયું. યુદ્ધમાં 700 થી વધુ ઇઝરાયેલી લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં મેજર, કેપ્ટન, કર્નલ અને સાર્જન્ટનો સમાવેશ થાય છે. આ યુદ્ધમાં પણ દક્ષિણ લેબનોનના સૈનિકોએ ઇઝરાયેલી સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું, પરંતુ મેનાકેમની સત્તા પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. 1983માં યોજાયેલી ચૂંટણીમાં મેનાકેમ બેગિનને ફરીથી વડાપ્રધાન બનવાની તક આપવામાં આવી ન હતી. આ ચૂંટણીમાં તેમના પક્ષ હેરુતનો વિજય થયો હતો, પરંતુ જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે મેનાકેમ બેગિનને હટાવીને યેઝાક શમીરને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
2006ના યુદ્ધે એહુદ ઓલમર્ટને હાંકી કાઢ્યા
2006માં ફરી એકવાર ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ થયું. એહુદ ઓલમર્ટ ઈઝરાયેલના વડાપ્રધાન હતા ત્યારે લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ યુદ્ધ શરૂ કર્યું હતું. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અને હિઝબુલ્લાહ વચ્ચે 34 દિવસ સુધી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને તરફથી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા. નિર્દોષ લોકોના મૃત્યુએ વિશ્વભરના દેશોની ઊંઘ હરામ કરી નાખી. સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપ બાદ આ લડાઈ બંધ થઈ ગઈ હતી. આ યુદ્ધમાં ઈઝરાયેલને એટલું મોટું નુકસાન થયું કે દેશના લોકો તેમના વડાપ્રધાન એહુદ ઓલમર્ટને ક્યારેય માફ કરી શકશે નહીં. ચૂંટણી પછી, તેમને સત્તા પરથી હટાવવામાં આવ્યા અને તેમની જગ્યાએ બેન્જામિન નેતન્યાહુએ સત્તા સંભાળી.


