- પોરના ફાજલપુર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત
- બાઈકચાલક કાર સાથે અથડાતા અકસ્માત
- રોંગ સાઈડમાં બાઈક ચલાવતા સર્જ્યો અકસ્માત
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે વડોદરાના પોર વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થયું છે. જેની સાથે જ સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. ફાજલપુર ગામના પાટિયા નજીક અકસ્માત થયો છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરા પોરના ફાજલપુર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આખી ઘટનાનો લાઈવ વીડિયો બહાર આવ્યો છે. બાઈકચાલક કાર સાથે અથડાતા અકસ્માત થયો છે.
તેમજ રોંગ સાઈડમાં બાઈક ચલાવતા સર્જ્યો અકસ્માત થયો છે. તેમજ બાઈક ચાલક ખરાબ રીતે ગાડી ચલાવી રહ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. આ સાથે જ બાઈક ચાલક અલ્ટો કાર સાથે અથડાતા કેમેરામાં કેદ થયો છે.
ઘટનાની જાણ થતાં વરણામા પોલીસે ઘટનસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકને પીએમ માટે પોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના અનુસાર, લોકો વારંવરા આ પ્રકારના રીતે સ્ટંટ કરતાં જોવા મળે છે.


