- ગ્રામ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કાર્યવાહી
- પોલીસે મેડિકલના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
- ગુંદી ગામે એક ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા ડોકટરને અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે ઝડપી પાડયો
ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વગરના બોગસ તબીબોનો રાફ્ડો ફટયો છે. ગ્રામ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ત્યારે ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર દ્વારા આવા બોગસ તબીબો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ત્યારે તાલુકાના કોઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગુંદી ગામે એક ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા ડોકટરને અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે ઝડપી પાડયો છે.
જિલ્લા ગ્રામ્યના SOG શાખાના એએસઆઇ ભરતસિંહ તથા અ.પો.કો. રામદેવસિંહને બાતમી મળી હતી કે ગુંદી ગામે એડીસી બેંકની બાજુમાં જશુભાઈ સોલંકીની દુકાન ભાડેથી રાખી ડોક્ટર તરીકેની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબીની પ્રેક્ટિસ કરે છે. અને એલોપેથિક દવાઓ આપે છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી આરોપી સંજય જીતેન્દ્ર બિશ્વાસ(હાલ રહે. રાજુભાઈ પટેલના મકાનમાં ભાડેથી, ગામ ગુંદી, તા. ધોળકા. મૂળ રહે. ધોસપુર, તા. બદોરીયા, જી. નોર્થ, 24 પરગના પશ્ચિમ બંગાળ) વાળાને જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડિકલના સાધનો મળી કુલ કિંમત રૂ. 34,161ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઈસમ વિરુદ્ધધી ગુજરાત રજીસ્ટ્રેશન મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


