વડોદરાના ઉંડેરા વિસ્તારમાં આવેલ સ્કાયબ્રિજ ફ્લેટમાં સામાજિક શાંતિ હણાયાની ઘટના સામે આવી છે. સોસાયટીના સભ્યો વચ્ચે કોઈ નજીવી બાબતે અચાનક ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઝઘડા દરમિયાન કેટલાક લોકોએ એક યુવક પર હુમલો કરી તેને બેરહેમ રીતે માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સભ્યો એકબીજા સાથે બાખડતા અને ઉગ્ર બોલાચાલી કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.
આંતરિક કલહ
આ ઘટના અંગેની જાણ થતા જ જવાહરનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભોગ બનનાર પક્ષની રજૂઆત અને CCTV ફૂટેજને આધારે પોલીસે મારામારી કરનાર તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે સામાન્ય બાબતે થયેલી મારામારીને પગલે અન્ય રહીશોમાં પણ ચિંતા અને અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસ હાલ આ ઝઘડા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સોસાયટીના અન્ય સભ્યોની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : Surat News : પુત્ર સાથેના ઝઘડાનું વેર પિતાએ જીવ આપીને ચૂકવ્યું, ધનરાજ નામના વ્યક્તિની હત્યા


