- રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી
- માલીયાસણ નજીક ગૌચરની જમીનને લઈ મારામારી
- સામસામે મારામારીમાં પાંચથી વધુને પહોંચી ઇજા
રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે કારના કાફલા સાથે ટોળું આવ્યું હતું અને 20થી વધુ વ્યક્તિઓ દ્વારા સામસામે મારામારી થઇ હતી. ઘટનામાં 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. કારના કાફલા સાથે ટોળું આવ્યું. 20થી વધુ વ્યક્તિઓ દ્વારા મારામારી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સામસામા મારામારીમાં પાંચથી વધુને ઈજા થઈ છે. માલીયાસણ નજીક ગૌચરની જમીનને લઈ મારામારી થઈ હતી. ખનન બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


