મોરબીના સાગરીતને 25 લાખ મોકલ્યા બાદ માલ સગેવગે કરી નાસી છૂટતા પોલીસ ફરિયાદ
સુરતના ભટાર રોડ પર રહેતા અને પિતરાઇ ભાઈની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતા વેપારીને રાજકોટના એક વેપારીનો ભેટો થયો હતો. બાદમાં રાજકોટના ઠગ વેપારીએ પી.પી દાણા નો વ્યવસાય ભાગીદારીમાં શરૂ કરવાનું કહી સુરતમાં માલ મંગાવી વ્યવસાય શરૂ કર્યો હતો પરંતુ રાજકોટના ઠગ વેપારીએ સુરતના વેપારીને શીશામાં ઉતારી 1.50 કરોડની છેતરપિંડી કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ સુરતના ભટાર રોડ પાર્ક વિસ્તારમાં રહેતા પંકજભાઈ મુરાલીલાલ સિંધલ સુરતમાં પિતરાઇ ભાઈની આશિષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે નોન વુવન ફેબ્રિક્સ પ્લાસ્ટિક બેગ અને પીપી દાણાના ટ્રેડિંગ કરતી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે થોડા સમય પૂર્વે સુરતના વેપારી લાલજીભાઈ બલદાણીયાએ પંકજભાઈ ની મુલાકાત પ્લાસ્ટિકની બેગ નું વેચાણ કરતા રાજકોટના દિલીપ ધરમશી જેઠલોજા સાથે કરાવી હતી અને તેની સાથે થોડો સમય વ્યવસાય પણ કર્યો હતો.બાદમાં રાજકોટના ઠગ વેપારી દિલીપભાઈએ પંકજભાઈ ને એવું કહ્યું હતું કે ભાગીદારીમાં આપણે પ્લાસ્ટિક ના પી.પી દાણા ટ્રેડિંગનું ચાલુ કરીએ અને મારી પાસે જોલવામાં ભાડાનું ગોડાઉન પણ આવેલું છે. જેથી પંકજભાઈ તૈયાર થતા દિલીપભાઈ ના કહેવાથી મુંબઈની છ જેટલી પાર્ટીઓ પાસેથી 2.14 કરોડના પ્લાસ્ટિકના દાણા મંગાવી આ ગોડાઉનમાં રાખ્યા હતા.
ત્યારબાદ અમુક માલ ઠગ વેપારી દિલીપે વેચાણ કરી નાણા જમા કરાવ્યા ન હતા. જે પંકજભાઈએ 1.25 કરોડનું માલનું પેમેન્ટ માંગતા ઠગ વેપારી દિલીપે ગલ્લાંતલ્લાં કર્યા હતા અને માર્કેટમાં મંદી છે તેવું કહી તમારી પાસે કોઈ ખરીદનાર હોય તો જણાવજો જેથી મોરબીના એક મિત્રને વાત કરતા તે 25 લાખનો માલ લેવા તૈયાર થયો હતો અને તે માલનું પેમેન્ટ 25 લાખ મોકલ્યું હતું તે પણ ઠગ વેપારી દિલીપે તેના સાગરીત રાજ પટેલ મારફત લેવડાવી લીધું હતું પરંતુ ઠગ વેપારી દિલીપે આ માલ પણ મોકલ્યો ન હતો. જેથી પંકજભાઈએ તપાસ કરતા ઠગ વેપારી ગોડાઉનને તાળા લગાવી માલસગેવગે કરી 1. 50 કરોડની ઠગાઈ કરી નાશી છૂટતા દિલીપ અને તેના સાગરીત રાજ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.