- અમદાવાદમાં શિક્ષણના ધામમાં ફાયર સેફટીનો અભાવ
- સોલા બ્રિજ નીચે ફ્લેટના પાર્કિંગમાં ધમધમતી પ્રી-સ્કૂલ
- નાના ભૂલકાઓને મોતના માંચડે ચડાવતા રોકશે કોણ
રાજકોટમાં બનેલ અગ્નિકાંડને લઈ ગુજરાતનું ફાયરવિભાગ અને રાજય સરકાર આકરા પાણીએ છે,ગેમઝોન તો બંધ કરાયા પણ સાથે સાથે ફલેટો,સ્કૂલો તેમજ કોમ્પ્લેક્ષસમાં NOC તેમજ બીયુ પરમિશન ના હોય તેવી સંસ્થાઓને સિલ કરવામાં આવે છે,અમદાવાદના સોલા વિસ્તારમાં એક પ્રી-સ્કૂલ આવી છે જે ફલેટના પાર્કિંગમાં ધમધમે છે,સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેકમાં ઘોર બેદરકારી આવી સામે.
ફાયર સેફટીના નિયમો માત્ર કાગળ પર
સોલા બ્રિજ નીચે એક ફલેટમાં પ્રી-સ્કૂલ ચાલે છે અને આ શાળામાં નાના ભુલકાઓ અભ્યાસ કરે છે,આ શાળાની વાત કરવામાં આવે તો પતરા નીચે આ શાળાના બાળકો ભણી રહ્યાં છે,સ્કૂલના સંચાલકો અને ફાયર વિભાગ હજી એક અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું છે કે શુ,તે એક સવાલ છે.આ શાળા જોઈને તો લાગે છે કે ફાયર સેફટીના નિયમો માત્ર કાગળ પર જ છે.
સતાધીશોની સામે આવી બેદરકારી
પ્રી-સ્કૂલ ફ્લેટના પાર્કિંગમાં આવેલી છે તો પરવાનગી કોણે આપી તે એક સવાલ છે,તો પતરાના શેડ નીચે એસીના ખડકલા રાખી વિદ્યાર્થીઓને કરાવે છે અભ્યાસ.જો આગ લાગે તો નાના ભૂલકાઓ જાય તો જાય કયા તેવી સ્થિતિનુ નિર્માણ થયું છે.ફાયર સેફટી એકટના નિયમોનું ભાન ભૂલેલા બેદરકારોને અમલ કરાવશે કોણ ? ત્યારે ફલેટના પાર્કિંગમાં રહેલી આ પ્રી-સ્કૂલને અન્ય જગ્યાએ લઈ જવી જરૂરી બની છે.

અમદાવાદમાં બે દિવસમાં 11 એકમો સીલ
અમદાવાદમાં ફાયર એનઓસી સહિતના નિયમોને લઈ કુલ 42 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 34 એકમો પર 28 મેના રોજ અને 8 એકમોમાં 29 મેના આજરોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 એકમોને સીલ કરવામાં આવ્યા છે. 6 એકમોને કાલે કરાયા હતા, જ્યારે 5 એકમને આજે સીલ કરાયા છે.
બોપલ-શીલજમાં 5 ગેમ ઝોનના 13 માલિક સામે ગુનો નોંધાયો
બોપલ-શીલજમાં આવેલા 5 ગેમ ઝોનના 13 માલિકો સામે પોલીસ ફરિયાદ થઈ છે. આર્યમાન રેસિડેન્સી સામેના કેફીન એન્ડ ગો કાર્ટીના માલિક સ્વપ્નિલ-જયવીર સંચાણિયા, ટીઆરપી મોલના ફન ઝોનના જયદીપસિંહ ઝાલા, હાર્દિક રાવ, મેઘલ શાહ, સાઉથ બોપલના જોય બોક્સ ગેમ ઝોનના વિજય પટેલ, વિપુલ રામી, રોનક રામી, નિરવ પટેલ, નવીન પટેલ, સાઉથ બોપલના ફોન ઝોનના માલિક તુષાર શાહ, મિહલબહેન શાહ, માર્ગીબહેન શાહ, સ્મિતાબહેન પંચાલ, જ્યારે શીલજના ઈન્ડી કાર્ટી ગેમ ઝોનના માલિક મિહિર શાહ, અશોક મોદી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મણિનગરના ડી જનરેશન એક્સ ગેમર પાસે ફાયર એનઓસી ન હોવાના અહેવાલ હતા. પરંતુ તેની પાસે 2025 સુધીની ફાયર એનઓસી છે.


