- ટોલ નાકા પહેલા જ બાયપાસ બનાવ્યો હતોઃ કલેક્ટર
- ‘ટોલ ટેક્સ બુથનું લોકેશન બદલવા સૂચના અપાઇ છે’
- વાહનોને આડા રાખી ટ્રાફિક ડાયવર્ટ કરવાનો હતો આરોપ
રાજ્યમાં નકલીના નામે વિવિધ વિવાદ સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હજુ થોડા સમય પહેલાં જ મોરબીમાં નકલી ટોલનાકું પકડાયું હતું, હવે જુનાગઢમાંથી પણ નકલી ટોલનાકાને બાયપાસ કરતો રસ્તો પકડાયો છે. ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ સલામે આવ્યો છે.
શું લાગ્યા હતા આરોપ
આ અંગે જુનાગઢના વંથલી નજીક ગાદોઇ ટોલનાકાના મેનેજરે આક્ષેપ કર્યો છે કે, કેટલાંક અસમાજિક તત્ત્વો ટોલનાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે. જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો દાવો કર્યો છે.ટોલનાકાના આ બાબતે ભૂતકાળમાં પણ ટોલનાકા મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
ક્લેકટર દ્વાર તપાસ કરવામાં આવી
જે પછી તંત્ર હરકતમાં આવ્યું છે અને ક્લેકટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં સામે આવ્યું કે, ટોલ નાકા પહેલા જ બાય બનાવ્યો હતો, જેમાં ગેરકાયદેસર પસાર થતા વાહનોનો પાળો તોડી પડાયો હતો. તેમજ સ્થળાંતર કરવાથી ગામમાંથી ગેરકાયદેસર પસાર થતા વાહનોને પણ ટોલ ટેક્સ ભરવા પડશે.
આ સાથે જ ક્લેકટરે જણાવ્યું કે, ટોલ ટેક્સ બુથનું લોકેશન બદલવા સૂચના અપાઇ છે. તેમજ આગામી દિવસોમાં ભારે વાહનો પસાર ન થાય તે માટે બેરીયર લગાવવામાં આવશે. જેની સાથે જ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો રસ્તો પણ ખુલ્લો કરવામાં આવ્યો છે.
આ અગાઉ મેનેજરે કહ્યું કે આ ટોલનાકાથી 500 મીટર દૂર કેટલાક અસામાજિક તત્વો વાહનોને આડા રાખી ટ્રાફિક ડાયવર્ટ કરી દે છે, અને વાહનચાલકો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવે છે, તો બીજી તરફ ટોલબુથને દરરોજના બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાનનો પણ દાવો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આ પહેલા મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ઝડપાયું હતું. દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાનો દાવો કરાવવામાં આવ્યો હતો. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવવામાં આવતું હતું. જેના પછી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.


