- SOGની ટીમ દ્વારા એક્સપ્લોઝિવનો જથ્થો ક્યાંથી લવાયો તેની તપાસ હાથ ધરવામાં આવી
- 40 નંગ એક્સપ્લોઝિવ સ્ટીક અને 20 નંગ ડીટોનેટેર કેપ મળી આવી
- એસ.ઓ.જી ની ટીમ દ્વારા દિવસ ભર વોચ રાખવામાં આવી
ડેસર તાલુકાના વેજપુર ગામની સીમ પાસેથી એક્સપ્લોઝિવનો જથ્થો મોટરસાયકલ પર લઈને જતા એક ઈસમને જિલ્લા એસઓજી ની ટીમે ઝડપી પાડયો હતો.
ગતરોજ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમને બાતમી મળી હતી કે ડેસર તાલુકાના ઉદલપુર થી ડેસર તરફ્ એક ઈસમ પોતાની મોટરસાયકલ પર એક્સપ્લોઝિવના જથ્થા સાથે પસાર થવાનો છે તેને ધ્યાને લઇને એસ.ઓ.જી ની ટીમ દ્વારા દિવસ ભર વોચ રાખવામાં આવી હતી. ત્યારે ગતરોજ સાંજના સુમારે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તેવામાં વેજપુર ગામની સીમ પાસે વોચ ગોઠવીને ત્યાંથી ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવ અને ડેટોનેટર કેપ ના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો તેની પાસે તપાસ કરતા તેની પાસેથી 40 નંગ એક્સપ્લોઝિવ સ્ટીક અને ડીટોનેટેર કેપ 20 નંગ કુલ 1200 રૂપિયાનો સામાન અને મોટરસાયકલ સહિત કુલ 16,200ના મુદ્દા માલ સાથે ડેસર તાલુકાના નવા શિહોરા ગામે રહેતા ગોપાલ બાબુભાઈ માછી ઉ 28 વર્ષ ને ઝડપી પાડયો હતો. તેના બે સાથીદારો પ્રવીણ રામાભાઈ માછી ( રહે નવા શિહોરા) અને સંજય (રહે જૂની ધરી) બંને હાથ લાગ્યા ન હતા તેથી ડેસર પોલીસે ત્રણેય સામે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ જથ્થો આટલી છુટથી કયાં પરવાનેદાર ને ત્યાંથી લાવ્યા હતા તે દિશામાં કયારેય તપાસ કરવામાં આવે છે ખરી ? તેવું તાલુકાના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.


