દસાડા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેનના શિબિરમા ચેરમેનો માટે બેઠક વ્યવસ્થા જ ન કરાઈ
પ્રિયકાંત ચાવડા,પાટડી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ચેરમેનોની જાગૃતિ માટે દસાડા તાલુકા પંચાયત કચેરીમાં એક શિબિરનું આયોજન કરાયું હતું સામાજિક ન્યાય સમિતિએ કચડાયેલા સમાજની સમસ્યા દૂર કરી તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રચના કરાતી હોય છે ત્યારે પાટડી સ્થિત દસાડા તાલુકા પંચાયત કચેરીમાં યોજાયેલ ચેરમેનની શિબિરમાં ગ્રામ પંચાયતોના ચેરમેનઓ માટે બેઠક વ્યવસ્થા જ કરવામા આવી ન હતી અને તેમની નીચે બેસવાની ફરજ પડી હતી , કચડાયેલ સમાજ સાથે અન્યાય ન થાય અને તેમની સાથે ઓરમાયું વર્તન ન થાય તે માટે સામાજિક ન્યાય સમિતિની રચના કરાતી હોય છે અને ચેરમેનની નિમણૂક કરાતી હોય છે તેવામાં ચેરમેનઓ ને નીચે બેસાડવા છતાં તેઓ પોતાની માટે જ અવાજ ઉઠાવી શક્યા ન હતા અને નીચે બેસી રહ્યા હતા જ્યારે અમુક રાજકીય હોદ્દેદારો માટે ખુરશીઓની વ્યવસ્થા કરાઈ હતી યોજાયેલ કાર્યક્રમમાં દસાડાના ધારાસભ્ય સહિત તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતોના ચેરમેનઓ સહિત અમુક સરપંચો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.