- પોલીસે રૂ. 4.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
- બાતમી મળી એક શખ્સ કારમાં દારૂ લઈને આવી રહ્યો છે
અરવલ્લી એલસીબી ટીમે મેઘરના ઝરડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી અને દારૂની હેરાફેરી કરી રહેલ એક શખ્સને ઝડપી લેવાયો હતો. પોલીસે રૂ. 4.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરી આપનાર સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસના કર્મચારીઓ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતા. આ સમયે બાતમી મળી હતી કે,એક શખ્સ ચીથરીયા મહાદેવ ચાર રસ્તા બાજુથી કારમાં દારૂ લઈને આવી રહ્યો છે. જેના પગલે પોલીસે ઝરડા ગામની સીમમાં પહોંચી વૉચ ગોઠવી હતી. દરમિયાન ચીથરીયા મહાદેવ ચાર રસ્તા તરફથી આવી રહેલ કાર નં.જી.જે.31.આર.6696 અટાવી પોલીસે તલાશી લેતાં કારમાં વચ્ચેની શીટ તેમજ પાછળના ભાગેથી 312 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. 49680 રૂપિયાનો વિદેશી દારૂ અને ચાર લાખની કાર મળી રૂ. 4.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ અરવિંદ જીવાભાઈ ખરાડી(રહે.કદવાડી,તા.મેઘરજ)ની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન ગામડીના યોગેશ નામના શખ્સ વિરૂધ્ધ પણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.


