- અડાજણ વિસ્તારમાં હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ફરી સક્રિય
- પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીને ડિટેન કર્યા છે
- વ્યક્તિએ વોટ્સએપના માધ્યમથી એક મહિલાનો ફોટો મોકલ્યો હતો
સુરતના અડાજણ વિસ્તારમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હનીટ્રેપ કરતી ગેંગેએ એક બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસે 30 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમાં ભોગ બનનાર બિલ્ડરે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જ્યાં પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીને ડિટેન કર્યા છે.
અડાજણ વિસ્તારમાં હનીટ્રેપમાં લોકોને ફસાવતી ગેંગ ફરી સક્રિય
શહેરના અડાજણ વિસ્તારમાં હનીટ્રેપમાં લોકોને ફસાવતી ગેંગ ફરી સક્રિય થઈ છે. જેમાં આ ગેંગનો શિકાર એક બિલ્ડર બન્યો છે જેમાં આ ગેંગએ 40 વર્ષના બિલ્ડરને આરોપી શુશાંત નામના વ્યક્તિએ વોટ્સએપના માધ્યમથી એક મહિલાનો ફોટો મોકલ્યો હતો અને તેને મજા માણવા બોલાવ્યો હતો. જ્યાં આ બિલ્ડર અડાજણના નૂતન રો હાઉસના એક બંગલામાં ગયો હતો. જ્યાં આ બિલ્ડર રૂમમાં પ્રવેશે એટલે તરત જ બેથી ત્રણ ઈસમો રૂમમાં દોડી આવે છે અને બિલ્ડરને કહે છે કે તમે ખોટા ધંધા કરો છો તમારી પર પોલીસ કેશ કરવો પડશે. અને ત્યારબાદ નકલી પોલીસની એન્ટ્રી થાય છે અને બિલ્ડરને માર મારવામાં આવે છે. તેમજ કહેવામાં આવે છે કે કેશ નહિ કરવો હોઈ તો 30 લાખ રૂપિયા આપવા પડશે. તેથી બિલ્ડર બદનામીથી બચાવ અને પોલીસ કેશથી બચવા તે તેના મિત્ર પાસે 30 લાખ રૂપિયા મંગાવે છે અને આ તોડબાજ હનીટ્રેપ ગેંગને આપે છે અને પોતાનો છુટકારો કરાવે છે.
બિલ્ડરને શિકાર બનાવી 30 લાખ રૂપિયા પડાવ્યા
હનીટ્રેપ ગેંગના આરોપીઓમાં શુંસાન શીતલ ચાલ, મહેશ વિહા ઉલ્વા, અશ્વિન ગોપાલ ઉલ્વા તથા બે અજાણ્યા ઈસમ અને એક મહિલા સામેલ છે. સમગ્ર મામલે ભોગ બનનાર પોતાની આપ વીતી પોતાના પરિવારને કહે છે જ્યાં પરિવારએ હિમ્મત આપતા આ બિલ્ડરે અડાજણ પોલીસ મથકમાં એક મહિલા સહીત 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. જ્યાં ફરિયાદના આધારે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. તથા પકડાયેલા બંને આરોપીની વાત કરીયે તો મુખ્ય આરોપી મહેશ ઉલ્વા છે જે કતારગામનો છે. તેણે ચાર મહિના પહેલા પણ આ જ રીતે તેની આ ગેંગે સાથે સિટીલાઇટના એક વીમા એજન્ટને ફસાવી તેની પાસે પણ રૂપિયા પડાવ્યા હતા તે જેલની હવા પણ ખાઈ ચુક્યો છે. તેમજ ફરીથી તે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરી તેના આ ધંધા શરૂ કરી દીધા છે અને હવે તેણે બિલ્ડરને શિકાર બનાવી 30 લાખ રૂપિયા પડાવ્યાં છે.


