- ધુમાળિયા ગામનો વિધર્મી યુવક ભગાડી લઈ ગયો
- પરિવાર, હિન્દૂ સંગઠનોએ યુવકના ઘરે જવાનો કર્યો પ્રયાસ
- પરિવાર અને હિન્દૂ સંઘઠનોને અટકાવવા રસ્તો કર્યો બંધ
વલસાડ જિલ્લામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી 10 દિવસથી યુવતીને લઈ ફરાર થયો છે. ધુમાળિયા ગામનો વિધર્મી યુવક યુવતીને ભગાડી લઈ ગયો છે. પરિવાર, હિન્દૂ સંગઠનોએ યુવકના ઘરે જવાનો પ્રયાસ કર્યો છે. તેમાં પરિવાર અને હિન્દૂ સંગઠનોને અટકાવવા રસ્તો બંધ કર્યો છે.
યુવતી ન મળે ત્યાં સુધી પરત ન જવાની પરિવારની ચીમકી
યુવતી ન મળે ત્યાં સુધી પરત ન જવાની પરિવારની ચીમકી છે. જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ હાજર રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. વિધર્મી યુવક દ્વારા હિન્દૂ યુવતીને ભગાડવાના મામલે પરિવાર દ્વારા વિધર્મી યુવકના ઘરે જવાનો પ્રયાસ કરાયો છે. પરિવાર અને હિન્દૂ સંગઠન દ્વારા યુવકના ઘરે જવાનો પ્રયાસ કરતા વલસાડ પોલીસે અટકાવ્યા છે. તથા પરિવાર અને હિન્દૂ સંગઠનોને અટકાવવામાં આવતા રસ્તો બંધ કરાયો છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા
પરિવારના સભ્યો અને હિન્દૂ સંઘઠનો રસ્તા પર બેસી યુવતીને લાવવાની માંગ કરાઈ રહી છે. યુવતી ન આવે ત્યાં સુધી પરિવાર અને હિન્દૂ સંગઠનોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાયો છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા છે.


