- બીજા માળેથી 8 વર્ષીય બાળક નીચે પટકાયો
- નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો દીકરો ઘાયલ થયો
- ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં રમતા રમતા બાળક બીજા માળેથી પટકાયો છે. બીજા માળેથી 8 વર્ષીય બાળક નીચે પટકાતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો દીકરો રમતા રમતા બાળક બીજા માળેથી પટકાયો છે.
રઘુવીર સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગમાં બનાવ બન્યો
રઘુવીર સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગમાં બનાવ બન્યો છે. ત્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બીજા માળેથી રમતા રમતા બાળકનો પગ લપસી ગયો હતો. વેસુ વિસ્તારમાં રઘુવીર સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગમાં આ બનાવ બન્યો છે. અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા મજુરનો દીકરો છે. ટ્યુશન બાદ બાળકો મસ્તી પર ચડ્યા હતા. તેમાં મસ્તી કરતા બાળકનો પગ સ્લીપ થયો હતો.
પરિવારની બેદરકારીથી માસૂમનું મોત નિપજ્યું
108માં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં બાળકની હાલત નાજુક છે. અગાઉ રાજકોટમાં આવેલા રેસકોર્સ રીંગ રોડ પર રોડ પર આવેલી એક સોસાયટીમાં વસવાટ કરતા પરિવારમાં અચાનક વ્હાલસોયી બાળકીનું મોત થઈ જતા આક્રંદનો માહોલ છવાયો હતો. અહેવાલ પ્રમાણે દોઢ વર્ષની બાળકી રમત રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી. બાળકીને પાણીની ડોલમાં પડેલી જોઈને પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી. પરિવારની બેદરકારીથી માસૂમનું મોત નિપજ્યું હતું.


