- મધ્યપ્રદેશના ધારમાં રવિવારે સાંજે બાળકનું કરુણ મોત
- 6 વર્ષનો માસૂમ બાળક પિતા સાથે બાઈક પર જઈ રહ્યો હતો
- જિલ્લા હોસ્પિટલના તબીબે કનિષ્કને મૃત જાહેર કર્યો
પતંગ રસિયાઓ ઉત્તરાયણની મજા માણવા માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને લોકોના જીવ જોખમમાં મૂકે છે. પ્રતિબંધ છતાંય ચાઈનીઝ દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે, જે વહીવટીતંત્રની ભારે બેદરકારી દર્શાવે છે.
6 વર્ષના કનિષ્કનું કરુણ મોત
દર વર્ષે મધ્યપ્રદેશમાં મકરસંક્રાંતિના દિવસે નાયલોનની બનેલી ચાઈનીઝ દોરી મૂંગા પશુ-પક્ષીઓની સાથે સામાન્ય લોકોના જીવ પણ લઈ રહી છે. પરંતુ પ્રશાસન દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણકર્તાઓ અને ખરીદદારો સામે કોઈ અસરકારક પગલાં ન લેવાને કારણે મધ્યપ્રદેશના ધાર શહેરમાં રવિવારે સાંજે 6 વર્ષના કનિષ્કનું કરુણ મોત નીપજ્યું હતું. તે જ સમયે, ચાઇનીઝ દોરી વચ્ચે આવી જતાં 65 વર્ષના એક વ્યકિતનું ટ્રેક્ટર સાથે અથડાતા જીવ જોખમાં મુકાયો હતો. સાડા ચાર વર્ષના માસૂમ બાળકના ચહેરા પર પણ ચાઈનીઝ માંજાથી કટ આવી ગયો હતો, ત્યારબાદ 10 ટાંકા લેવાયા હતા.
પ્રતિબંધ પછી પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે 6 વર્ષનો માસૂમ બાળક કનિષ્ક તેના પિતા વિનોદ ચૌહાણ સાથે મોટરસાઈકલ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેને હટવાડામાં ચાઈના દોરી વચ્ચે આવતાં તેનું ગળું કપાઈ ગયું અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
વહીવટીતંત્રની ભારે બેદરકારી
જ્યારે શહેરના લોકોને આ દુ:ખદ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ ચાઈના દોરી વેચનારા અને ખરીદનારાઓ તેમજ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પતંગ રસિયાઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને લોકોના જીવ જોખમમાં મૂકે છે. પ્રતિબંધ બાદ પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે જે વહીવટીતંત્રની ભારે બેદરકારી દર્શાવે છે.
ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શહેરના હટવારા ચોક પાસે બની હતી. જ્યારે વિનોદ ચૌહાણ તેના છ વર્ષના પુત્ર સાથે બાઇકની પાછળ બેસીને જઈ રહ્યાં હતા. અધિકારીઓએ જણાવ્યું કે, “ચૌહાણ તેમના ઘાયલ પુત્રને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી તેને (બાળકને) જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.”
દોષિતો સામે કડક કાર્યવાહી નહીં…
દર વર્ષે માત્ર પશુ-પક્ષીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ચાઈનીઝ દોરીથી ઘાયલ થઈ રહ્યા છે, પરંતુ તેના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી. ચાઈનીઝ દોરીને લઈને પ્રશાસન દ્વારા કડક આદેશ જારી કરવામાં આવે છે, પરંતુ ગુનેગારો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય લોકો દર વર્ષે પોતાનો જીવ ગુમાવે છે.


